તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ કોલેજની વિદ્યાર્થિનીઓને રંજાડતો રસોઈયો આખરે ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોલેજ કેમ્પલસમાં બીકેએમ સાયન્સ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓના મોબાઈલ પર અભદ્ર કોમેન્ટ કરી રંજાડતા રસોઇયાને પોલીસે 5 મહિનાની તપાસ બાદ આખરે રસોઈયાને તેના ગામથી ઝડપી પાડ્યો હતો.

હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ માટે રસોડું ચાલે છે. જેમાં ભરૂચ જંબુસરના કાનહવા ગામનો દુર્ગેશ પરમાર ઉર્ફે રબારી રસોઈયા તરીકે કામ કરતો હતો. દુર્ગેશે મેસના રજીસ્ટરમાંથી કેટલીક છોકરીઓના મોબાઈલ નંબર મેળવી તેની સાથે મિત્રતા કેળવી હતી. ધીરે ધીરે દુર્ગેશે તેના મોબાઈલ નં. 8511716694 પરથી છોકરીઓ સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું હતું. તેણે છોકરીઓના મોબાઈલ પર ગંદી હરકતો તેમજ ફ્રેન્ડશીપ માટે પ્રપોઝ કરતાં છોકરીઓએ પ્રથમ હોસ્ટેલના મહિલા રેક્ટર સંગીતાસિંગ સત્યેન્દ્રસિંગને ફરિયાદ કરી હતી. રેક્ટરે મેનેજમેન્ટને આ અંગે જાણ કરતાં રસોઈયાને હોસ્ટેલમાંથી માફીપત્ર લખાવી તગેડી મૂક્યો હતો. ત્યારબાદ થોડો ટાઈમ દુર્ગેશની હરકતો બંધ થઈ ગઈ હતી. ફરી તેણે એક યુવતીને મોબાઈલ પર ફોન કરી ફ્રેન્ડશીપ માટે જબરજસ્તી કરતાં તેણે ના પાડી દીધી હતી. જેથી તેણે ગંદી વાતો અને બિભત્સ ગાળો બોલી હેરાન પરેશાન કરી દીધી હતી. હોસ્ટલની કેટલીય છોકરીઓ સાથે તેણે ખરાબ મેસેજ અને શાયરીઓ પણ લખી હતી. જે તમામ છોકરીઓ દુર્ગેશથી કંટાળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો