Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડમાં રસ્તાની બાજૂમાં અતુલ વિદ્યાલયની સ્કૂલ બસનો ચાલક બસને
વલસાડમાં રસ્તાની બાજૂમાં અતુલ વિદ્યાલયની સ્કૂલ બસનો ચાલક બસને ન્યુટ્રલ કરીને લઘુશંકાએ ચાલી જતાં બસ અચાનક દોડતી થઇ ગઇ હતી.ખાલી બસ 30 મીટર સુધી દોડી આગળ ઉભેલી કારને ટક્કર મારીને નજીકના એપાર્ટેમેન્ટ કમ્પાઉન્ડની દિવાલ સાથે અથડાઇ હતી.સદનસીબે બસમાં બાળકો ન હોવાથી જાનહાની ટળી હતી.
વલસાડના અતુલ ગામની શાળા અતુલ વિદ્યાલયની 5 નંબરની સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લઇને વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં મૂકવા આવી હતી.દરમિયાન સાંજે 5 વાગ્યાના સુમારે આ શહેરના વિદ્યાર્થીઓને ઘરે મૂકી દઇને સ્કૂલ બસ રામવાડીથી પસાર થઇ રહી હતી.ત્યારે બસ ચાલકને લઘુશંકાની હાજત થતાં બસને ન્યુટ્રલ કરીને મુખ્યરસ્તાની બાજૂમાં પાર્ક કરીને જતો રહ્યો હતો.દરમિયાન ન્યુટ્રલ ગીયરમાં મૂકેલી બસ અનચાનક દોડતી થઇ જતાં આગળ પાર્ક એક કારને ટક્કર મારીને નજીક આવેલા એપાર્ટમેન્ટની દિવાલ સાથે અથડાઇ ગઇ હતી.લગભગ 30 મીટર સુધી ડ્રાઇવર વિના ન્યુટ્રલ ગીયરમાં બસ દોડી હતી.દિવાલ સાથે અથડાયેલી બસની કેબિનના કાચને નુકસાન પહોંચ્યું હતું.સદનસીબે બસમાં બાળકો અને વિદ્યાર્થીઓ ન હતાં,એટલે મોટી આફત ટળી જવા પામી હતી.પરિણામે લોકોમાં હાશ્કારો જોવા મળ્યો હતો.
વલસાડમાં ન્યૂટ્રલ કરેલી સ્કૂલ બસ અચાનક 30 મીટર સુધી દોડી ઉભેલી કારને ટકકર મારી દિવાલ સાથે ભટકાઇ