તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડના ભાગડાખૂર્દ ગામેથી પસાર થતી ઔરંગાનદીમાં ડ્રેજિંગને લઇ થઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડના ભાગડાખૂર્દ ગામેથી પસાર થતી ઔરંગાનદીમાં ડ્રેજિંગને લઇ થઇ રહેલી કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.જેમાં માટીના બદલે રેતી કાઢવામાં આવી રહી છે તેવી વાત ફેલાતા આ વિસ્તારના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.

વલસાડના ભાગડાખૂર્દમાં ડ્રેજિંગની કામગીરી નદીના તટ વિસ્તારમાં શરૂ કરાતાં માટીના બદલે રેતી કાઢવામાં આવી રહી છે તેવી વાતથી લોકોમાં નારાજગી વ્યાપી હતી.પંચાયતે ડ્રેજિંગ માટે ઠરાવ કરીને તેમાંથી નિકળતા માટી,કાદવ,કાંપના પાળા બનાવવા ઠરાવ કર્યો હતો.જેનાથી ખારાપાણીને ખેતીની જમીનમાં આવતા રોકી શકાય તેવું પંચાયતે કહ્યું હતું.પરંતું ડ્રેજિંગ માટેની કામગીરીમાં રેતી ખનન થઇ રહ્યું છે તેવી વાત સામે આવતાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.સ્થળ પર પહોંચી ગ્રામજનોએ કામગીરી કરનારાઓ સામે રોષ ઠાલવ્યો હતો.ખાણ ખનીજ વિભાગ આ બાબતે રેતી ખનન કરનારા સામે કડક પગલા ભરે તેવી ગ્રામજનોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો