તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડના 2 ફાટક પર બ્રિજ બનાવવા 5 ગામને ડાઇવર્ઝન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ તાલુકાના મેહ,અટાર અને દિવેદ ગામના સાઇનામાઇડ અતુલ રોડ તેમજ વશીયર,સેગવી જોઇનિંગ તિથલ લશ્કરી રોડ ફાટક એલસી નં.94 અને એલસી નં.97 ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરીની પગલે ફાટક બંધ કરવા વહીવટીતંત્રએ નિર્ણય કર્યો છે. આ ફાટકો પરથી પસાર થતાં ટ્રાફિકને હવે અન્ય ફાટક થઇને અવરજવર કરવા ડાઇવર્ઝન અપાયું છે.નવા બનનારા બ્રિજની કામગીરી 4 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. વલસાડ નજીક આવેલા 5 ગામના લોકો માટે ઉપયોગી રેલવે ફાટક નં.94 અને નં.97 ઉપર રેલવે તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ બંન્ને ફાટક તાત્કાલિક અસરથી 4 જાન્યુઆરી 2021 સુધી 1 વર્ષ માટે બંધ ...અનુસંધાન પાના નં.3

વશીયર સેગવીથી સિવિલ નિકળશે
વશીયરથી સેગવી ચોકડી થઇ મગોદ મમરી ફળિયા અને પારનેરાપારડીના વાહનચાલકો અને રાહદારીઓ રેલવે ફાટક નં.96 પરથી પારનેરાપારડી,હનુમાન મંદિર થઇને અવરજવર કરી શકાશે.આ સાથે વશીયરથી સેગવી ચોકડી થઇને સિવિલ હોસ્પિટલ રોડથી વલસાડ જઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો