તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ટ્રેનની જમીનના માલિકોને 5 લાખનું વળતર આપવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાના પારડી સુખલાવમાં બુલેટ ટ્રેન માટે સરકારે સંપાદન કરેલી જમીનનું વળતર ખાતેદારના વારસદારો અને કબજેદારોને પણ આપવા પ્રાંત અધિકારીને રાવ કરી છે.જમીનના ભાવ ઓછા હોવાની પણ ફરિયાદ કરી પારડી શહેરના ભાવ આપવા માગ કરવામાં આવી છે.

બુલેટ ટ્રેન માટે સંપાદિત જમીનના વલસાડ જિલ્લાના પારડીના સુખલાવના ખેડૂતોએ કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારીને લેખિત વાંધા રજૂ કરી સુખલાવમાં ઘણા સરવે નંબરોની જમીનમાં નામો ચઢાવવામાં આવ્યા નથી.તેમના નામે વારસાઇ હજી કરાયેલી નથી.જેથી શું કરવું તેનું માર્ગદર્શન જરૂરી છે.ઉપરાંત રૂ.5 લાખનો લાભ કબજેદારોને મળ‌વો જોઇએ.એક ખાતેદારને રૂ.5 લાખ વળતર મળે છે તેમાં ઘણાં ખાતેદારો હોવાથી તેમને પણ આ રકમ પૂરી મળવી જોઇએ.જમીનમાં જે નામનીવારસાઇ અને હક્કદાર કબજેદાર હોય તેને પણ આ વળતર મળવું જોઇએ.

વારસાઇ કરવા છ માસનો સમય આપો
જે નામની વારસાઇ તથા હક્કદાર કબજેદાર હોય તેને રૂ.5 લાખનું વળતર મળ‌વું જોઇએ.જે કબજેદાર છે તેમને ગામના 5 વ્યક્તિને સાક્ષી રાખીને એફિડેવિટ કરાવી 7-12માં નામ નથી તેઓને પણ વળતર ચૂકવવા માગ કરી છે.વારસાઇ કરાવવા વધુ 6 માસ આપવા રજૂઆત પ્રાંતને કરાઇ છે. પ્રદિપ પટેલ,ખેડૂત આગેવાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો