તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલના હડતાળીયા કર્મીઓ સામેની ઠેકેદારની વાંધા અરજી કોર્ટે ફગાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ સિવિલ હોસ્પિટલના કામદારોની બોનસ મુદ્દે દોઢ વર્ષથી ચાલી રહેલી હડતાળ દરમિયાનનો પગાર ચાલૂ રાખવાની યુનિયન ગુજરાત મજદૂર સભાની અરજી સામે કોન્ટ્રાક્ટ એજન્સીએ દાખલ કરેલી વાંધા અરજી ટ્રિબ્યુનલ કોર્ટે નામંજૂર કરી દેતો હુકમ કર્યો છે.

સિવિલ હોસ્પિટલ અને જીએમઇઆરએસ મેડિકલ કલેજના વર્ગ-3 અને 4ના 200થી વધુ કોન્ટ્રાક્ટ એજન્સી વિશ્વા એન્ટરપ્રાઇઝના કામદારો છેલ્લા 16 ઓક્ટોબર 2017થી બોનસની માગણી સાથે હડતાળ પર ઉતરી ગયા હતા.હડતાળ દરમિયાન કામદારો ફરજ પર હાજર થ‌વા પહોંચ્યા હતા,પરંતું એજન્સી દ્વારા તેમને કામે ન ચઢાવી કામદારો હાજર થયા નથી તેવી રજૂઆત કોર્ટમાં કરતાં ઔદ્યોગિક ન્યાયપંચે કોર્ટ કમિશનની નિમણૂંક કરી હતી.

કામદારોને કોર્ટ કમિશનની હાજરીમાં હાજર કરવા જણાવ્યા છતાં કોન્ટ્રાક્ટ એજન્સીએ ઇન્કાર કરી દીધો હતો.યુનિયન હડતાળ દરમિયાનનો પગાર ચાલૂ રાખ‌વા કોર્ટમાં અરજી કરતાં વિશ્વા એન્ટરપ્રાઇઝે કામદારો સ્વેચ્છાએ જ છૂટા થયા હોય તેવું જણાવી વાંધા અરજી રજૂ કરી હતી.જેની સુનાવણીમાં બંન્ને પક્ષકારોની દલીલો સાંભળી સુરત ટ્રિબ્યુનલ કોર્ટે કોન્ટ્રકટ એજન્સીની વાંધા અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

આ સાથે કોર્ટે કામદારોને વચગાળાનો પગાર આપવાની માગણી અરજીની 16 માર્ચે સુનાવણી રાખવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો