તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ માટે શહેરના છીપવાડ રેલવે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડમાં રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ માટે શહેરના છીપવાડ રેલવે અન્ડરપાસને છેલ્લા બે માસથી બંધ કરીને મંથરગતિએ ચાલતી કામગીરી અને છીપવાડ રેલવે ઓવરબ્રિજ માટે સરકારને દરખાસ્ત નહિ મોકલવા મુદ્દે સાંસદ અને ધારાસભ્યો રોષે ભરાયા છે.સોમવારે અન્ડરપાસની કામગીરીનું નિરીક્ષણ કરવા આવેલા ડીઆરએમ જનપ્રતિનિધિઓના આક્રોશનો ભોગ બની ગયા હતા.

શહેરની સવા લાખની વસતી અને તાલુકાની પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના 1 લાખ લોકોને વલસાડ-ખેરગામ રોડ પર શહેરના મધ્યેથી પસાર થતાં છીપવાડ રેલવે અન્ડરપાસના નવિનીકરણ અને નવા રેલવે ટ્રેક નાંખવા રેલવે કોરિડોર પ્રોજેકટ હેઠળ બે માસથી કામગીરી ચાલી રહી છે.આ તબક્કે સોમવારે રેલવેને ડીઆરએમ સત્યકુમાર કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવા આવી પહોંચતાં સાંસદ ડો.કે.સી.પટેલ, પારડીના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ તથા પાલિકાના શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી ડીઆરએમની મૂલાકાતે પહોંચી ગયાં હતા.કનુભાઇ દેસાઇ અને ભરતભાઇ પટેલે છીપવાડ ગરનાળા પર ઓવરબ્રિજની ભારે આવશ્યકતા રજૂ કરી હતી.હજારો લોકોને પડી રહેલી મુશ્કેલી છતાં રેલવે ગરનાળાની મંથર ગતિએ ચાલી રહેલી કામગીરી સામે ડીઆરએમ સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.લોકોને છીપવાડ અન્ડરપાસ બંધ થવાથી અને આ અન્ડરપાસને સાંકડું કરી નાનુ કરી દેવામાં આવતા વલસાડ-ખેરગામ પટ્ટીના 25થી વધુ ગામના હજારો લોકોને ધરમપુર વલસાડ રોડ પરથી આવવા જવા 8 કિમીનો ચકરાવો પડી રહ્યો હોવાની ફરિયાદ કરાઇ હતી.આટલી હાડમારી છેલ્લા બે માસથી ભોગવવા છતાં રેલવે ઓવરબ્રિજની દરખાસ્ત કેમ કરતા નથી તેવો અણિયાળો સવાલ ઉઠાવ્યો હતો.આ અન્ડરપાસ ઉપર ઓવરબ્રિજ જ માત્ર એક વિકલ્પ હોવાની રજૂઆતો કરી ધારાસભ્યો અને સાંસદે સમંતિ આપી તાત્કાલિક કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો