તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરીગામ મદ્રેસામાં પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંંજલિ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડના અટગામ પાસે ચરીગામના મદરેસામાં પુલવામાની આંતકી ઘટનાને વખોડી કાઢવા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે વલસાડના ધર્મગુરૂ મૌલાના અબ્દુલ અઝીઝ મન્સુરીએ આંતકવાદનો વિરોધ કરી ભારતની એકતા અને અખંડતાનો સંદેશો મદ્રેસાના બાળકોને આપ્યો હતો.આ કાર્યક્રમમાં મદ્રેસાના શિક્ષકો અને બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.મૌલાનાએ સંબોધન કરતા જણાવ્યું કે,ઇસ્લામ ધર્મમાં આંતકવાદને કોઇ સ્થાન નથી.વલસાડ સહિત સમગ્ર દેશમાં કોમી એકતા અને ભાઇચારો આપણા દેશની વિશેષતા છે.બાળકોએ કુર્આનની તિલાવત રજૂ કરી હતી.મૌ.અઝીઝે સરહદના ગાંધી ખાનઅબ્દુલગફાર ખાન અને મૌલાના અબ્દુલકલામ આઝાદના દેશભક્તિના જીવન ચરિત્રથી મદ્રેસાના બાળકોને માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો