તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વાયુસેના દ્વારા આક્રમક પગલાંને લઈ પાકિસ્તાન કોઈ મોટી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતીય વાયુસેના દ્વારા આક્રમક પગલાંને લઈ પાકિસ્તાન કોઈ મોટી હરકત ન કરી બેસે તેમજ આતંકીઓ કોઈ મોટી હોનારત ન કરે તે માટે ગુજરાતના કાંઠા વિસ્તાર ના ગામોને એલર્ટ રહેવા ગૃહ વિભાગ દ્વારા તાકિદ કરાઈ હતી. જે સંદર્ભે વલસાડ ડીવાયએસપીએ કાંઠા વિસ્તારના હનુમાનભાગડા અને મગોદ ગામે ગ્રમાજનો સાથે એક બેઠક કરી સાવચેતી રાખવા જણાવ્યું હતું.

હનુમાનભાગડા ખાતે મંગળવારે સમીસાંજે ગ્રામજનો અને ખાસ કરીને મચ્છીનારી કરતા પરિવાર જનો સાથે એક બેઠક વલસાડ પોલીસ દ્વારા યોજાઈ હતી. જેમાં ડીવાયએસપી એમ.એન.ચાવડા અને કૃણાલ દેસાઈ તેમજ સિટી પીઆઈ એચ.જે.ભટ્ટએ ઉપસ્થિત રહી ગ્રામજનોને આજની ...અનુસંધાન પાના નં.3

પરિસ્થિતિથી વાકેફ કરી કોઈ અજાણ્યો વ્યક્તિ આપણા કાંઠા વિસ્તારમાં ઘૂસી ન જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ તેનો પહેરો તો ભરશે, પણ જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો સિટી પોલીસ સ્ટેશને અથવા પીઆઈ ભટ્ટને ફોન કરવા ઝમાવાયું હતું. હનુમાનભાગડાના સરપંચ જગદીશ ટંડેલે આજની પરિસ્થિતિથી પોલીસે ગ્રામજનો ને સાવચેત કર્યા તે બદલ આભાર માન્યો હતો. આ બેઠકમાં ગ્રામજનો મોટીસંખ્યામાં ઉમટ્યા હતા. ગ્રામજનોએ પણ કેટલાક પ્રશ્નો કરી પોલીસ પાસેથી વધુ માહિતી એકઠી કરી હતી. આ બેઠકમાં સિટી પોલીસનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો