તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડના રેલવે લોકોશેડમાં ફરજ બજાવતા 650 કર્મચારીને બોરનું ફિલ્ટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડના રેલવે લોકોશેડમાં ફરજ બજાવતા 650 કર્મચારીને બોરનું ફિલ્ટર કર્યા વિનાનું પાણી પધારવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે ચીફ ઇલેકટ્રિકલ એન્જિનીયરને કરી છે.આ પાણી પીવાથી રેલવે કર્મીઓમાં બિમારીની શક્યતાઓ વધી રહી હોવાની રાવ કરાઇ છે.

પશ્ચિમ રેલવેના વલસાડ રેલવે લોકોશેડમાં કામ કરતા 650 કર્મચારીની પાણીની સુવિધા માટે તંત્ર દ્વારા બોરનું વ્યવસ્થા કરી છે.જેનું પાણી સીધું ફિલ્ટર કર્યા વિનાજ પૂરું પાડવામાં આવતા કર્મીઓમાં રોષ ફેલાયો છે.

વલસાડ બ્રાન્ચ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના રાજીવ શર્મા,મકબુલ મલેક, અમિત મિશ્રા, હનીફ મલેક,ડી.કે.ગુપ્તા, મનોજ પટેલે પાણી મુદ્દે તેમજ કર્મચારીની સંખ્યા સામે રેલવે ક્વોર્ટરની ઓછી સંખ્યા મામલે લોકોશેડના નવ નિયુક્ત ચીફ ઇલેક્ટ્રિકલ ઇજનેર એમ.કે.ગુપ્તાને લેખિત અરજી સાથે રાવ કરી છે. જેમાં ફિલ્ટર વિનાના પાણી વિતરણથી કર્મચારીઓ બિમારીઓમાં સપડાઇ રહ્યા હોવાથી શુધ્ધ પાણીની સુવિધા પૂરી પાડવા માગ કરાઇ છે. કર્મચારીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...