તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2017ના પરિણામોના જોરે ભાજપ કૉન્ફીડેન્ટ, કોંગ્રેસને છબિનો સહારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ-ડાંગ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિની છે. અહીં 80 ટકા મતદારો એસટી-એસસી છે. વલસાડ-ડાંગના 16.55 લાખ મતદારોમાં 5 લાખ ધોડિયા અને 3.50 લાખ કૂકણાં જાતિના મતદારો છે. તે દષ્ટિએ જોતાં આદિવાસી મતદારો ભાજપ-કોંગ્રેસ વચ્ચે લગભગ સરખે સરખા વહેંચાયેલા છે. 2014 અને માત્ર સવા વર્ષ પહેલા યોજાયેલી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લાની બેઠક પર કોંગ્રેસ કરતા ભાજપની લીડ મજબૂત રહી હતી. ભાજપના ઉમેદવાર સામે પક્ષમાં જૂના કેટલાક કાર્યકરોની નિષ્ક્રિયતા અને સ્થાનિક સમસ્યાના મુદ્દા થોડા અંશે અસરકારક બની શકે છે. જો કે વલસાડ, પારડી અને ઉમરગામમાં ભાજપનું વર્ચસ્વ છે. ભાજપના ઉમેદવાર ડો. કેસી પટેલ સામે સગાભાઈ એવા ડો. ડીસી પટેલે જ સખત વિરોધ નોંધાવ્યો છે. અલબત્ત તેમને પક્ષ સામે કોઈ વાંધો નથી. આ વિરોધ ચૂંટણીના પરિણામ પર કેટલો અસર કરશે તે જોવું રહ્યું.જ્યારે કોંગ્રેસને તેમના ઉમેદવાર જીતુ ચૌધરીની સાફ છબિનો સહારો છે. આ વખતે ધોડિયા, કૂંકણા, વારલી જેવી મુખ્ય જાતિના મતદારોને આકર્ષવા માટે ભાજપે ધોડિયા જાતિના તેમજ કોંગ્રેસે કૂંકણાં જાતિના ઉમેદવાર મૂક્યા છે. જે બંન્ને આદિવાસી છે. વલસાડ લોકસભા બેઠક માટે કહેવાય છે કે અહીં જીતનાર ઉમેદવારનો પક્ષ કેન્દ્રમાં સરકાર રચે છે. 2019માં આમ થશે કે નહીં એ 23 મેએ ખબર પડશે.

વલસાડ

ગ્રાઉન્ડ રિપોર્ટ
અન્ય સમાચારો પણ છે...