તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામમાં મામલતદાર કચેરી બહાર ભાજપના કાર્યકરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામમાં મામલતદાર કચેરી બહાર ભાજપના કાર્યકરો વિધવા સહાય અને આવકના દાખલાના ફોર્મનું વિતરણ કરી વિગતો ભરી આપતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કોંગ્રેસે કરી છે.જિલ્લા ચૂંટણી અધિકારીને કરાયેલી ફરિયાદમાં ચૂંટણીની આચારસંહિતા હેઠળ કાર્યવાહી કરવા માગ કરાઇ છે. જો કે આ અંગેની તપાસ બાદ જ આ લોકો ભાજપના કાર્યકરો છે કે અરજદારોના અન્ય કોઇ સહાયકો છે તે સ્પષ્ટ થશે તેવું જાણવા મળે છે. વલસાડ લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ...અનુસંધાન પાના નં.3

ગરમાટો વ્યાપી રહ્યો છે.દરમિયાન ઉમરગામમાં મામલતદાર કચેરીની બહાર કેટલીક મહિલા અરજદારોને વિધવા સહાયના ફોર્મ કે અન્ય અરજદારોને જાતિ આવકના દાખલાના ફોર્મનું વિતરણ તથા ફોર્મ ભરી આપવાની કાર્યવાહી કરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આમ કરીને ભાજપના કાર્યકરો સરેઆમ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરી રહ્યા હોવાની ફરિયાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ગીરીશ દેસાઇએ જિલ્લા ચૂંટણી અધિકારીને કરી છે.ઉમરગામથી કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓને જાણ કરતા મામલો ચૂંટણી અધિકારી સમક્ષ ઉઠાવાયો છે.ભાજપ કાર્યકરોને આવું કરતા રોકવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા દાદ માગી છે.આ મુદ્દે રાજ્ય ચૂંટણી પંચ અને ડે.ચૂંટણી અધિકારીને પણ નકલ રવાના કરાઇ છે.

ભાજપના કાર્યકરો નથી,કોંગ્રેસે માનવતાને પણ નેવે મુકી : કોંગ્રેસે જે ફરિયાદ કરી છે તેમાં તપાસ કરતાં અમારા ભાજપના કાર્યકરો જ નથી.મામલતદાર કચેરીમાં કોઇ વિ‌ધવા ભણેલા લોકોને સહાયના ફોર્મ ભરવાનું કહે તો કોણ ના પાડે.ગરીબને મદદ કરવા માનવતાનું કામ કોઇપણ વ્યક્તિ કરે તેમાં પણ વાંધો હોય તો કોંગ્રેસે માનવતા નેવે મુકી છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે આ જ તફાવત છે. કનુભાઇ સોનપાલ,પ્રમુખ,ઉમરગામ તાલુકા ભાજપ

અન્ય સમાચારો પણ છે...