તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોણવેલમાં આવેલી સહકારી મંડળીના કેમ્પસમાં ચાલતી બરોડા ગ્રામીણ બેંક,

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રોણવેલમાં આવેલી સહકારી મંડળીના કેમ્પસમાં ચાલતી બરોડા ગ્રામીણ બેંક, સબ પોસ્ટ ઓફિસ, રાઈસ મીલ અને રોડ નજીક આવેલી સરકારી મંડળીઓની 2 દુકાનના સોમવારે વહેલી સવારે તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હતો.

વલસાડના રોણવેલ ગામે ખેડૂત સહકારી મંડળીના કેમ્પસમાં રવિવાર રાત્રે ત્રાટકેલા બેંક, પોસ્ટ ઓફિસ, રાઈસ મીલ અને 2 દુકાનોના તાળા તૂટ્યા હતા. મંડળીના કેમ્પસમાં વોચમેન હોવા છતા ચોરીના પ્રયાસની ઘટના બની હતી. વોચમેને કોઇ પણ અવાજ આવ્યો ન હોવાનું પોલીસને જણાવ્યું હતું. તસ્કરોએ બરોડા ગ્રામીણ બેંકની બહાર લાગેલા CCTV કેમેરા તોડી નાખ્યા હતા. બેંકમાં કંઈ હાથ ન લગતા DVR લઈ ગયા હતા. બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસનું તાળું તોળી અંદર પ્રવેશી કબાટ અને ખાના ફંફોસ્યા હતા પણ કંઈ હાથ લાગ્યું ન હતું. પાછળ આવેલી માં ભવાની રાઈસ મીલમાં પણ કાઉન્ટરના ખાન અને તિજોરી ચેક કરી હતી. રાઈસ મીલમાં લગાવેલા CCTV કેમેરાના વાયરો કાપી નાખ્યા હતા. જ્યાં ચોરના પગના પંજાના નિશાનો મળ્યા હતા. સોમવારે સવારે હેડ પોસ્ટ ઓફિસથી ટપાલ લઈને રોણવેલ પોસ્ટ ઓફિસે ટપાલ આપવા આવેલા કર્મચારીએ કચેરીના તાળા તૂટેલી હાલતમાં જોયા હતા. તાત્કાલિક પોસ્ટ માસ્ટર અને પોલીસને જાણ કરી હતી.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો