સોનવાડા આશ્રમશાળામાં બાળકોને બોલપેન, ટેનિસ બોલનું વિતરણ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ|સોનવાડા ગામમાં હળપતિ સેવા સંઘ,બારડોલી સંચાલિત આશ્રમ શાળામાં અભ્યાસ કરતા અત્યંત ગરીબ 198 બાળકોને સમાજ સેવક દંપતિ પંકજભાઇ મિસ્ત્રી અને કેતકીબેન મિસ્ત્રી દ્વારા બોલપેન,ટેનિસ બોલ તથા કાનપટ્ટીનું વિતરણ કર્યું હતું. આચાર્ય દેસાઇ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.ઠંડીથી રક્ષણ મેળવવા કાનપટ્ટી,રમત માટે દડો અને ભણવાના કાર્ય માટે બાળકોને બોલપેન અપાતા બાળકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.
અન્ય સમાચારો પણ છે...