તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ નોરતે પારનેરા ડુંગરે માતાજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીના પ્રથમ દિવસે પારનેરા ડુંગર અને એમજી રોડ ઉપર આવેલા અંબા માતાના મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી. નવરાત્રી પર્વ એટલે માતાજીની આરાધનાનો પર્વ કહેવામાં આવે છે. માતાજીના મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળે છે. વલસાડમાં એમજી રોડ ઉપર આવેલા પૌરાણિક અંબા માતાના મંદિરે અને પારનેરા ડુંગર ઉપર નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. દુરદુરથી પારનેરા ડુંગર ખાતે માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. પારનેરા ડુંગર ખાતે ચંડિકા, અંબિકા, નવદુર્ગા અને મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. ચાલુ વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી પારનેરા ડુંગર ખાતે ભક્તોની લાઈન લાગી હતી. તમામ મંદિરોમાં નવરાત્રીમાં ભક્તો દર્શનનો લાહવો લેવા ભક્તો આવે છે.

બગવાડાનું ઐતિહાસીક અંબામાતા મંદિરને લાઇટીંગથી સુશોભીત કરાયું, પારનેરા ડુંગર પર પ્રથમ નોરતે ભક્તોની ભીડ જામી.

અન્ય સમાચારો પણ છે...