વલસાડના અનાવિલ યુવકે ઇંગ્લેન્ડની 106 કીમીની વોકિંગ સ્પર્ધા 26 કલાક 5 મિનિટમાં પૂર્ણ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના મુળ મગોદના અને તિથલ રોડ ખાતે રહેતા સુચિત દેસાઇ નામના યુવાને ઇંગ્લેન્ડમાં માઇન્ડ મેન્ટલ હેલ્થ ચેરિટીના લાભાર્થે આઇઅસએલઇ વાઇટ અલ્ટ્રા ચેલેન્જ-2019 સ્પર્ધામાં 106 કિમીની ચાલવાની વોકિંગ સ્પર્ધા 26 કલાક 5 મિનિટમાં પૂર્ણ કરી ડંકો વગાડ્યો હતો.દુનિયાભરમાં આ યુવાને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.

વલસાડની સેન્ટ જોસેફ કોન્ટવેન્ટ હાઇસ્કૂલના વિદ્યાર્થી રહેલા સુચિત દેસાઇએ આ સ્પર્ધામાં ભાગ લેનાર કુલ 1750 જેટલા સ્પર્ધકોને પછાડી ટૂંકા સમયમાં જ લાંબું અંતર કાપીને વિજય હાંસલ કર્યો હતો.સુચિત દેસાઇ હાલ અલિસ ઇ્ન્સ્યુરન્સ કંપની માન્ચેસ્ટરમાં ચાર્ટર ઇન્સ્યુરન્સ તરીકે ફરજ બજાવે છે.જે અંતર્ગત ક્રિકેટ,બેઝબોલ, ગોલ્ફ રમતોમાં પણ ભાગ લઇ રહ્યો છે.2014માં તેમણે લંડનમાં મેરેથોન દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.આ ઉપરાંત 15 હજાર ફુટની સ્કાય ડાયવિંગ,24 માઇલ ઉતાર ચઢાવવા‌ળા માર્ગે ચાલવાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઇન્ગલેન્ડમાં વલસાડ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.સુચિત દેસાઇએ મેનેજમેન્ટનો અભ્યાસ સ્ટડીઝ ભાંડુપ મુંબઇની રત્નમ કોલેજમાં કરી યુકેની બ્રેડ ફોર્ડ યુનિવર્સિટીમાં માસ્ટર ઇન ફાઇનાન્સની ડીગ્રી મેળવી છે.રમતની પ્રવૃત્તિમાં પ્રોત્સાહિત કરવા તેમની પત્ની જેનિફર તથા કુટુંબીજનો,મિત્રોનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...