તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ મેડિકલ કોલેજને ઉમરગામના 75 વર્ષીય વડીલનું મૃત્યુ બાદ દેહદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃત્યુ પછી દેહદાન કરવાથી શરીરના અંગોનો મેડિકલ ક્ષેત્રે માનવીય સેવા માટે ઉપયોગ થઇ શકે છે.કેટલાયની જિંદગી બચાવી પણ શકાય છે.ઉમરગામમાં રહેતા 75 વર્ષની વય ધરાવતા બલદેવભાઇનું 24 સપ્ટેમ્બર 2019ના રોજ હાર્ટએટેકથી અવસાન થયું હતું. પરંતું વડીલના ધર્મપત્ની ચંપાબેન અને પૂત્ર નિતિનભાઇએ દુ:ખની ઘડીમાં પણ હિમ્મત કેળવી વડીલના પાર્થિવ શરીરનું દેહદાન કરવા નિર્ણય કર્યો હતો.જેના માટે દેહદાનની ઝુંબેશ ચલાવનાર વલસાડની સામાજિક સંસ્થા ઉમિયા સોશ્યિલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ અશોકભાઇ પટેલનો સંપર્ક કરી દેહદાનની ઇચ્છા વ્યકત કરી હતી.અશોકભાઇએ વલસાડ મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના હેડ ડો.વિલાસના માર્ગદર્શનથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી એમ્બ્યુલન્સ મારફત વલસાડ લાવી પરિવારજનોએ સ્વ.બલદેવભાઇના પાર્થિવ શરીરનું વલસાડ જીએમઆરએસ મેડિકલ કોલેજને દેહદાન કરી મૃતદેહ સુપરત કર્યું હતું. બલદેવભાઇના દેહદાન થકી તેમના વડીલના મૃત્યુ પછી પણ લોકહદયમાં જીવંત રહેશે તેવી પરિવારજનોએ લાગણી વ્યક્ત કરી હતી.

MBBS વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે
 દેહદાન અંગે સમાજમાં જાગૃતિ આવી રહી છે. દેહના અંગોનો ઉપયોગ માનવીય જિંદગી અને સેવાનું માધ્યમ બની રહે છે.મૃ્ત્યુ બાદ દેહદાન કરવાથી સ્વર્ગસ્થ લોકહદયમાં જીવંત રહે છે. વલસાડ મેડિકલ કોલેજને દેહદાન મળતાં માનવીનું નિદાન કરવા માટે MBBS કરનારા વિદ્યાર્થીઓ અને ભાવિ તબીબોને માનવીય શરીર રચનાના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી થશે. અશોક પટેલ,પ્રમુખ,ઉમિયા સોશ્યિલ ટ્રસ્ટ,વલસાડ

ભાસ્કર ન્યૂઝ | વલસાડ

મૃત્યુ પછી દેહદાન કરવાથી શરીરના અંગોનો મેડિકલ ક્ષેત્રે માનવીય સેવા માટે ઉપયોગ થઇ શકે છે.કેટલાયની જિંદગી બચાવી પણ શકાય છે.ઉમરગામમાં રહેતા 75 વર્ષની વય ધરાવતા બલદેવભાઇનું 24 સપ્ટેમ્બર 2019ના રોજ હાર્ટએટેકથી અવસાન થયું હતું. પરંતું વડીલના ધર્મપત્ની ચંપાબેન અને પૂત્ર નિતિનભાઇએ દુ:ખની ઘડીમાં પણ હિમ્મત કેળવી વડીલના પાર્થિવ શરીરનું દેહદાન કરવા નિર્ણય કર્યો હતો.જેના માટે દેહદાનની ઝુંબેશ ચલાવનાર વલસાડની સામાજિક સંસ્થા ઉમિયા સોશ્યિલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ અશોકભાઇ પટેલનો સંપર્ક કરી દેહદાનની ઇચ્છા વ્યકત કરી હતી.અશોકભાઇએ વલસાડ મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના હેડ ડો.વિલાસના માર્ગદર્શનથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી એમ્બ્યુલન્સ મારફત વલસાડ લાવી પરિવારજનોએ સ્વ.બલદેવભાઇના પાર્થિવ શરીરનું વલસાડ જીએમઆરએસ મેડિકલ કોલેજને દેહદાન કરી મૃતદેહ સુપરત કર્યું હતું. બલદેવભાઇના દેહદાન થકી તેમના વડીલના મૃત્યુ પછી પણ લોકહદયમાં જીવંત રહેશે તેવી પરિવારજનોએ લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...