તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં ચાર દિવસ બાદ એજન્સીના કર્મીઓએ સફાઇ શરૂ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ શહેરમાં છેલ્લા 90 દિવસથી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરેલા રોજમદારો અને આમરણાંત ઉપવાસે ઉતરેલા રોજમદારોની તબિયત લથડતા પરિવારજનોમાં ફેલાયેલા રોષનો ભોગ કોન્ટ્રાક્ટના કામદારો બન્યા હતા.પરિવારજનોએેે ચાર દિવસ પહેલા કોન્ટ્રાક્ટના કામદારોને ભગાડી મૂક્યા બાદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ ગયું હતું.જો કે સોમવારે કામદારો પરત ફરતાં સફા કામગીરી તેજ કરી દેવાતા શહેરમાં આંશિક રાહતની લાગણી ફેલાઇ હતી.

વલસાડ પાલિકાના રોજમદારો કાયમી કરવાની માગ સાથે છેલ્લા 3 માસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા બાદ પણ નિવેડો ન આવતા 6 રોજમદાર 8 એપ્રિલથી અનશન પર બેઠા છે.જેમની ચાર દિવસ પહેલા તબિયત લથડી જતાં રોજમદારોના પરિવારજનોએ પાલિકા પર હલ્લો કરી હંગામો મચાવી દીધો હતો.દરમિયાન કોન્ટ્રાક્ટના કામદારો પાલિકા પર નજરે પડતાં મહિલાઓએ ભારે આક્રોશ ઠાલવતા તેમને જીવ બચાવી ભાગવાની નોબત આવી હતી.છીપવાડમાં પણ કોન્ટ્રાક્ટરના માણસોને ખદેડી મૂકવામાં આવતા શહેરમાં કચરાની સફાઇ કરવા આવેલા એેજન્સીના કામદારો ચાર દિવસથી કામ બંધ કરી પલાયન થઇ જતાં શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાં અને ગંદકીનું ઉપદ્રવ ફેલાઇ ગયું હતું.જો કે સોમવારે પાલિકાએ પોલિસ સાથે પરામર્શ કરી શહેરમાંથી કચરો ઉપાડવાની કામગીરી માટે કોઇ અવરોધ ન આવે તેમાં મદદ કરવા પરામર્શ થયો હતો. છેવટે સોમવારે કોન્ટ્રાક્ટના કામદારોને સુરક્ષાની ખાત્રી મ‌ળતા શહેરમાં સફાઇ કામગીરી શરૂ કરાતા શહેરીજનોને થોડી રાહત મળી હતી. જો પાલિકાના રોજમદારોની હડતાળનો નિવેડો વહેલી તકે પાલિકા લાવે તેવી માગ ઉઠી રહી છે. વલસાડ નગરપાલિકાના છેલ્લા 25-30 વર્ષથી કામ કરતા સફાઇ કર્મીઓને કાયમી કરવાનો ઉકેલ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઘર્ષણની સ્થિતિ ચાલુ રહેશે તેવું લાગે છે.

હજી શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાં, સફાઇ થતાં સમય જશે
કોન્ટ્રાક્ટના કામદારો સોમવારે ટ્રેકટર લઇને શહેરના મુખ્ય વિસ્તારો હાલર રોડ,એમજી રોડ, તિથલ રોડ, જવાહર સોસાયટી રોડ સહિત વિવિધ સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં મહિલા પુરૂષ કામદારોએ ઝાડૂ લઇ સફાઇ કરી હતી.ટ્રેકટર ભરીને કચરાના નિકાલની કામગીરી તેજ કરી દીધી હતી. વલસાડ શહેરમાં સફાઇની કામગીરી જે કામદારો કરી રહ્યા છે એજન્સીના કામદારો છે. અને આ કામદારો વાપીમાં પહેલા કોન્ટ્રાક્ટ હેઠળ સફાઇ કામગીરી કરતા હતાં. હવે તેઓ વલસાડમાં કોન્ટ્રાક્ટ હેઠળ સફાઇ કામગીરી કરતા હોય વલસાડ પાલિકાના સફાઇ કર્મીઓમાં રોષ છે.

અન્ય સમાચારો પણ છે...