વાંકલની યુવતીને ગર્ભવતી બનાવી લગ્નના 1 માસ બાદ પ્રેમીએ તરછોડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ તાલુકાના વાંકલ ગામની યુવતી સાથે પ્રેમ કરીને યુવકે ગર્ભવતી બનાવી હતી. ત્યાર બાદ વલસાડ સિવિલ કોર્ટમાં લગ્ન કરી યુવક યુવતીને ઘરે લઇ ગયો હતો. લગ્નના થોડા દિવસમાં મનમેળ ન થતા પતિએ પત્નીને તરછોડી પિયર મોકલી આપી હતી. પત્નીએ વલસાડ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. દુલસાડ ગામે પતિએ પત્ની પાસેથી 6 માસનો દીકરો માંગતા પત્નીએ ના પાડતા ગુસ્સે ભરાયેલા પતિએ સાળા ઉપર માર મારી હુમલો કર્યો હતો. સાસુએ વલસાડ રૂરલ પોલીસ મથકે જમાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

વલસાડ તાલુકાના વાંકલ ભેકલા ફળિયામાં રહેતી 37 વર્ષીય મીનાબેન સુરેશભાઈ પટેલ તેના જેઠાણીના દીકરાના લગ્નમાં દુલસાડ ગામ ખાતે રવિવારે રાત્રે ...અનુસંધાન પાના નં.3

જન્મેલો પુત્ર ન આપતા મારામારી કરી
રિતેશ અને સપના વચ્ચે પ્રેમ દરમિયાન સપના ગર્ભવતી બની હતી. ઓક્ટોબર 2018માં વલસાડ સિવિલ કોર્ટ ખાતે બંનેએ લગ્ન કર્યા હતા. બંને વચ્ચે મનમેળ ન થતા દીકરીને ઘરે પરત મોકલ્યા બાદ સપનાએ દીકરાને જન્મ આપ્યો હતો. સપનાએ રિતેશ ઉપર ખાધા ખોરાકીનો કેસ કરતા જેની અદાવત રાખીને રિતેશે અમારા પરિવાર ઉપર હુમલો કર્યો છે. મીના સુરેશ પટેલ , ફરિયાદી માતા

અન્ય સમાચારો પણ છે...