તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 દિવસ સુધી રેલવે અને મોગરાવાડીના કાઉન્સિલરોની લડત બાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

15 દિવસ સુધી રેલવે અને મોગરાવાડીના કાઉન્સિલરોની લડત બાદ આ મુદ્દે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાલિકા અને રેલવે તંત્રએ સંયુક્તરીતે 2 ફુટ ડાયામીટરની પાઇપલાઇન નાખવાનો નિર્ણય લઇ કામગીરી હાથ ધરતા હજારો લોકોએે રાહતનો દમ લીધો છે.

પશ્ચિમ રેલવેના મહત્વાકાંક્ષી રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટમાં વલસાડના મોગરાવાડી રેલવે અન્ડરપાસના ડેવલપમેન્ટનું પણ કામ શરૂ કરાયું હતું.જેમાં પાલિકાની પાણી અને ગટરલાઇન નડી ગઇ હતા.રેલવે અને પાલિકા નાની પાઇપલાઇન નાંખીને ગાડુ ગબડાવવા માગતી હતી,જેનો કાઉન્સિલરોએ વિરોધ કરતા મામલો ઘોંચમાં પડ્યો હતો.આ અન્ડરપાસના ઇસ્ટમાં હજારો લોકોના ડ્રેનેજગટરનું પાણી વહન કરવા માટે વર્ષોથી મોટી ગટર પસાર થાયછે. અન્ડરપાસ પાસેના એરિયામાંથી પસાર થતી આ ગટરલાઇનમાં ચોમાસા દરમિયાન મોગરાવાડી અને અબ્રામા ઝોનના રહેણાંક વિસ્તારોનું વરસાદી પાણી અને ડ્રેનેજના પાણીનો મોટો પ્રવાહ વહન થતું હોવા છતાં ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ્ની કામગીરીમાં એક્સટેન્શન કરતી વેળા અન્ડરપાસ નજીકની ગટરનું ક્ષેત્રફળ ઓછું કરી દેવામાં આવ્યું હતું.જેની સામે સ્થાનિક કાઉન્સિલરો ગીરીશ દેસાઇ અને સંજય ચૌહાણે કામ ઝડપથી પૂર્ણ કરવા સાથે ગટરની ગંભીર સમસ્યાનો ઉકેલ ન આવે તો પ્રોજેક્ટ એજન્સી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.જો કે ગટરલાઇનનો મામલો અધ્ધરતાલ રહેતાં કાઉન્સિલરોએ ફરી મોરચો માડી પાલિકા સીઓને રેલવે સાથે મળી મોટા ડાયામીટરની પાઇપલાઇન નાખવાની માગ કરી હતી.છેવટે બુધવારથી જેસીબીથી ખોદકામ કરી મોટી લાઇન નાંખવાનું કામ શરૂ થતાં ઝોનના 30 હજાર લોકોને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો