તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડના ટ્રાફિકનો ઉકેલ દર્શાવતો વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ ઓસ્ટ્રેલિયામાં રજૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડની ઇજનેરી કોલેજમાં સિવિલ એન્જીન્યરીંગના 4 વિદ્યાર્થીએ વલસાડના સ્ટેશનથી કલ્યાણબાગ સર્કલ સુધી ટ્રેનના સમયે થતી ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણ ઘટાડવા પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જે હાલમાં ઓસ્ટેલિયાના મેલબોર્નમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા પ્રોજેક્ટ મુક્યો હતો.

મેલબોર્નમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ટ્રાન્સપોર્ટ એન્ડ હેલ્થ વિષયનાં થીમ સ્માર્ટ સિટીઝ, પરિવહન પળોજણ અને તંદુરસ્ત માનવ પર વલસાડની ઇજનેરી કોજેલના 4 વિદ્યાર્થીઓએ ગત વર્ષના ફેબ્રુઆરીમાં વલસાડ સ્ટેશન રોડ ઉપર ટ્રેનના સમયે થતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. તે પ્રોજેક્ટ વિશ્વ સ્તરે ઓસ્ટ્રેલિયા ખાતે 5 દિવસની કોન્ફરન્સમાં રજુ કર્યો હતો. ટ્રાફિક સમસ્યા નિવારવા આ પ્રોજેક્ટને વખાણ્યો હતો. સિવિલ એંજીન્યરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 4 પ્રોજેક્ટ બનાવ્યા હતા. કોલેજમાં પ્રોફેસર ધવલ બારોટ, ડિપાર્ટમેન્ટના હેડ દેવેન્દ્ર પટેલ અને આચાર્ય ડો.પો. વીએચ પુરાણીના માર્ગદર્શનમાં પ્રોજેક્ટ પાછળ એક વર્ષથી મહેનત કરીને વિદ્યાર્થીઓ ઉત્સવ દોમડીયા, કેયૂર દેવગણીયા, હર્ષ ડભોયા અને ધ્રુવી સાંગાણીએ પ્રોજેક્ટ તૈયર કર્યો હતો. સર્વેમાં વિદ્યાર્થીઓએ સ્ટેશન રોડ ઉપર ફુટપાટ ઉપર કરેલું દબાણ અને 1.5 ફૂટની ફુટપાટ રાહદારીઓ માટે ખુલ્લી કરવામાં આવે તો ટ્રેનોના સમયે થતી ટ્રાફિક સમસ્યા મહદ અંશે નિવારી શકાય તેમ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

વિશ્વના તમામ વિદ્યાર્થીઓ પૈકી વલસાડ સૌથી નાની વયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સ્ટેશન રોડ ઉપર શોર્ટ ટાઈમ વાહન પાર્ક કરે છે
સ્ટેશન રોડ ઉપર શોર્ટ ટાઈમ માટે પાર્કિંગ કરી વાહન ચાલકો કામ કરી જતા રહે છે. આજુબાજુની દુકાન સંચાલકોએ ફૂટપાટ ઉપર કરેલું દબાણને લઈને સ્ટેશન રોડ ઉપર ટ્રેનના સમયે ટ્રાફિક જામ રહે છે. જે નિવારવા માટે રોડની બંને તરફ 1.5 ફૂટની ફુટપાટ રાહદારીઓને ચાલવા ખુલ્લી કરવામાં આવે અને વાહનો વ્યવસ્થિત પાર્ક કરેતો ટ્રાફિકની સમસ્યા મુખ્યત્વે હલ થાય તેમ છે.

ઓસ્ટેલિયામાં 40 દેશમાંથી લોકોએ ભાગ લીધો
ઓસ્ટેલિયાના કોન્ફરન્સમાં ટ્રાન્સપોર્ટ અને હેલ્થના વિષયનાં 40 પ્રોજેક્ટ હતા. વલસાડની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મુકવામાં આવેલા પ્રોજેક્ટને લોકોએ વખાણ્યો હતો.

ઈજનેરી કોલેજના વિદ્યાથીઓએ વિશ્વ સ્તરે પ્રથમ પ્રોજેકટ મૂકયો
વલસાડની ઈજનેરી કોલેજમાં સિવિલ એન્જિનિયરીંગ વિભાગમાં અભ્યાસ કરતાં વિદ્યાથીઓના ટ્રાફિક સમસ્યા અને પ્રદૂષણ નિવારવાના પ્રથમ પ્રોજેકટ વિશ્વ સ્તરે પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો હતો. વિશ્વના 40 જેટલા દેશમાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાથીઓએ પ્રોજેકટ રજૂ કર્યા હતા. જેમાં સૌથી નાની ઉંમરના વિદ્યાથીઓએ વલસાડની કોલેજના હતા.

અન્ય સમાચારો પણ છે...