તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડની એક સોસાયટી પાસે ખુલ્લી ગટરમાં બુલેટ ખાબક્યું, ચાલકનો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના રવીન્દ્ર નગર સોસાયટી સામે આવેલી ખુલ્લી ગટરમાં શનિવારે રાત્રે બુલેટ ખાબક્યું હતું. બુલેટના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બુલેટ ગટરમાં ખાબક્યું હતું. ચાલક સમય સુચકતા જોઈને બુલેટ ઉપરથી કૂદી ગયો હતો જેથી ચાલકનો બચાવ થયો હતો. આજુબાજુમાંથી સ્થાનિક લોકોની મદદ મેળવી બુલેટને દોરડા વડે બાંધી બહાર કાઠવામાં આવ્યું હતું.

વલસાડના તિથલ રોડ ઉપર ડીડીઓના બંગલાની સામે આવેલી રવીન્દ્ર નગર સોસાયટી સામે આવેલી ખુલ્લી ગટરમાં શનિવારે રાત્રે બુલેટ નં. GJ-15-BJ-3825 નો ચાલકનો બુલેટના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં બુલેટ ખાબક્યું હતું. સમય સુચકતા વાપરી ચાલક બુલેટ ઉપરથી કૂદી જતા ચાલકનો બચ્યો હતો. તાત્કાલિક આજુબાજુમાંથી સ્થાનિક લોકોની મદદ મેળવી બુલેટને દોરી વડે બાંધી બહાર કાઠવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...