તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad News A Grand Procession Of The 42nd Short Lived Hormonant Yagya Was Organized By The Magad Dungari Siemens Board Of Valsad 074628

વલસાડના મગોદ ડુંગરી સીમેન્સ મંડળ દ્વારા 42મો લઘુરૂદ્ર હોમાત્મક યજ્ઞની ભવ્ય શોભાયાત્રા નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડના દરિયાઈ પટ્ટી પર આવેલું મગોદ ડુંગરી ખાતે સિમેન્સ મંડળ દ્વારા ૪૨મો લઘુરૂદ્ર હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામા આવ્યું હતું. છેલ્લા ૪૨વર્ષથી ધાર્મિક પરંપરા જાળવી રાખતા સીમેન્સ મંડળના મુખ્ય હેતુ શાંતિ, સર્વ ધર્મ સમભાવ, પરસ્પર એકતા સહકારની ભાવના સાથે આખું વર્ષ દરિયાઈ સફળમાં વ્યસ્ત રહેતા સીમેન્સ ભાઈઓનું જીવન સુખમય તંદુરસ્ત અને સમ્રુધ્ધિમય રહે એ હેતુસર આ વિસ્તારના સાગરખેડુ ભાવિકોનું આસ્થાનું પ્રતિક મનાતા રાધાક્રુષ્ણ મંદિરના પટાંગણમાં ચેત્રસુદ ૧૧ના સોમવારના સવારે ૯-૦૦ કલાકે વૈદ મંત્રોચ્ચાર શાસ્ત્રોકિત વિધિ સહ સમગ્ર ગામના માહોલને ભક્તિમય બનાવી દીધું હતું. યજ્ઞના મુખ્ય યજમાન ચેતનકુમાર મોહનભાઈ ટંડેલ સાથે યજ્ઞમાં અનેક દંપતિઓ ભાગ લઈ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાંજે ૩-૦૦ કલાકે જળયાત્રામાં મહીલાઓ મોટી સંખ્યામાં જોડાઈને હતી. સીમેન્સ મંડળના આયોજકોએ કાર્યકમને સફળ બનાવવા સુંદર ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...