તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

HDFCના ગ્રાહકોને 57.47 લાખનો ચૂનો ચોપડનાર ડે.મેનેજરને 6 દિવસના રિમાન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડની હાલર રોડ ઉપર આવેલી HDFC બેંકના ડેપ્યુટી મેનેજરે ગ્રાહકોના FD બનાવવા આપેલા રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી ઉચાપત કરી હતી. ગ્રાહકોને FDની ખોટી રસીદો આપી છેતરપિંડી કરી હતી. જેમાંથી એક ગ્રાહકને રૂપિયાની જરૂર પડતા હાલર રોડ બ્રાન્ચમાં FD વટાવવા જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ...અનુસંધાન પાના નં.3

તપાસમાં ડે.મેનેજરની ગુનો કબુલ્યો
ધરમપુરથી પકડાયેલો વલસાડ HDFC બેંકનો ડે.મેનેજરે બેંકના ગ્રાહકો સાથે કરેલી છેતરપિંડી કાબુલી હતી. અગાઉ તેને મિત્ર પાસેથી રૂ.14 લાખ 10% વ્યાજે લીધા હતા. તે ચૂકવવા માટે હેરાફેરી કરી હોવાનું જણાવી રહ્યો છે.પોલીસે માળવેલા રિમાન્ડ દરિમિયાન રૂ.57.47લાખ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરશે. બીજી કોઈ જગ્યાએ છેતરપિંડી કરી છેકે કેમ તે તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...