તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલાપોરમાં દુકાનમાંથી 45 હજારની સબમર્સિબલ ચોરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ નજીક આવેલા લીલાપોર ગામે ઇલેક્ટ્રિકલ્સની બંધ દૂકાનનું તાળુ તોડી રિપેરિંગ માટે આવેલી જૂની 31 જેટલી સબમર્સિબલ મોટરો અને તાંબાના વાયર કોઇ ઇસમો ચોરી ગયા હતા.

વલસાડના તિધરા ગામે રહેતા અને જૂની મોટરોના રિપેરિંગનું કામ કરતા શૈલેષ મગનભાઇ પટેલ લીલાપોરમાં ઓમ ઇલેક્ટ્રિકલ્સ નામની દૂકાન ચલાવે છે.તેઓ રોજના નિત્યક્રમ મુજબ સવારે દૂકાન ખોલીને રાત્રે બંધ કરી ગામ જતા રહે છે.દરમિયાન રાત્રિના સુમારે કોઇ ચોર ઇસમોએ શટરનું તાળુ તોડીને અંદર મૂકેલી જૂની વપરાયેલી 2 થી 3 હોર્સ પાવરની જૂની મોટરો,સબમર્સિબલ મોટરો કુલ નંગ 31 અને 50 કિલો કોપર વાયર,મોટરના જૂના રોટર નં.13,સીલિંગ ફેન નંગ 3,10 કિલો પીત્તળના બુશ સહિત કુલ રૂ.45 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સવારે દૂકાન ખોલવા આવ્યા ત્યારે દૂકાનનું શટર અડધુ ખુલ્લું જણાતા તપાસ કરતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.મોટરોના ગ્રાહકોની તપાસ કર્યા બાદ કુલ ચોરાયેલા મુદ્દામાલની વિગતો મળતા દૂકાન સંચાલક શૈલેષે રૂરલ પોલિસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાઇટ પેટ્રોલિંગ કડક બનાવવાની જરૂરિયાત હોવાનું લીલાપોરના સ્થાિનક લોકો અને વેપારીઅોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...