તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાસિકથી વલસાડ આવતી બસનું ટાયર ફાટ્યુ 40 યાત્રીનો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ ડેપોની બસ નાસિકથી વલસાડ આવતી એસટી બસનં. GJ-18-Z-6324 નાનાપોંઢા પાસે આવતા બસની ડાબી સાઈડનું આગળનું ટાયરમાં ધડાકાભેર અવાજ સાથે ટાયરની લોક રિંગ નીકળી ગઈ હતી. એસટી બસના ડ્રાયવરે સમય સુચકતા વાપરી બસને રોડની સાઈડ ઉપર ઉભી રાખી દીધી હતી. બસમાં સવાર 40 જેટલા યાત્રીઓનો સુરક્ષિત બચાવ થયો હતો.

વલસાડ ડેપોની બસ નં GJ-18-Z-6384 રવિવારે સવારે નાસિકથી વલસાડ આવી રહી હતી. નાનાપોંઢા નજીક બસની ડાબી સાઈડનું આગળનું ટાયરમાં ધડાકાભેર ફટાકડાના અવાજ સાથે ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાનો અવાજ આવતાની સાથે બસ ડ્રાયવર રમેશભાઈ પરમારે બસને સુરક્ષિત રીતે રોડની સાઈડ ઉપર ઉભી રાખી દીધી હતી. બસનું ટાયર ધડાકાભેર ફાટતા ટાયરની લોક રિંગ નીકળી ગઈ હતી. જેને લઈને બસનું ટાયર છૂટું પડી ગયું હતું. ત્યાં સુધીમાં બસના ડ્રાયવરે બસને સુરક્ષિત રીતે ઉભી રાખીદીધી હતી. બસમાં સવાર 40 જેટલા યાત્રીઓનો બચાવ થયો હતો. બસમાં સવાર ડ્રાયવર, કંડક્ટર અને યાત્રીઓ સુરક્ષિત રહ્યા હતા. પાછળ આવતી બસમાં યાત્રીઓને ધરમપુર અને વલસાડ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘટનાની જાણ એસટી વિભાગના અધિકારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે ટેક્નિકલ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. ટાયર ફાટવાનું કારણ અને લોક રિંગ ક્યાં કારણોથી નીકળી તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...