Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિ.પં.ના પ્રા.આરોગ્ય કેન્દ્રોમાં 39 તબીબોની બદલી
વલસાડ જિલ્લા પંચાયતના તાબા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા તબીબોની સાગમટે બદલીના હુકમ ડીડીઓએ જારી કરતાં સોપો પડી ગયો છે.તબીબોને તાત્કાલિક બદલીના નવા સ્થળોએ હવાલો સંભાળી લેવા આદેશ કર્યો છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત વલસાડ, ધરમપુર, પારડી, વાપી, કપરાડા અને ઉમરગામ તાલુકામાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-2 સંવર્ગના તબીબોની બદલી માટે ડીડીઓ અર્પિત સાગરે ગંજીપો ચીપ્યો છે.નવા ડીડીઓએ 3 માસ પહેલા જિલ્લાના તમામ વિભાગો હેઠળની કામગીરીનું પ્રત્યક્ષ મૂલ્યાંકર અને નિરીક્ષણ કરવા કમર કસી હતી.જિલ્લા વિકાસ અધિકારી તરીકેની નિયુક્તિ બાદ તેમણે દરેક વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાનો દૌર પણ શરૂ કર્યો હતો.તેમણે આંગણવાડીઓ,પંચાયતોની પણ મૂલાકાતો લઇને દફતર કામગીરી ચકાસણી કરી કામગીરી માટે ચોક્કસ ગાઇડલાન પણ આપી હતી.નાગરિકોને સ્પર્શતી સેવાના કામો પર તેમણે વિશેષ નજર રાખી હતી.દરમિયાન જાહેરહિતમાં ડીડીઓ અર્પિત સાગરે વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના વર્ગ-2 સંવર્ગના 39 તબીબોની બદલીના હુકમ કરી જે તે સ્થળે હવાલો સંભાળી લેવા આદેશ જારી કર્યા છે.