વલસાડ ધોબીતળાવ વીપી રોડથી 33 વર્ષીય યુવક ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના ધોબીતળાવ વીપી રોડ ઉપર રહેતા જગદીશભાઈ હીરાલાલ કંસારાનો 33 વર્ષીય દીકરો રોનક 2જી મેના રોજ સવારે પોતાની મોટર સાઇકલ નં. GJ-15-QQ-0024 લઈને ગુંદલાવ જીઆઇડીસી ખાતે કંપનીમાં નોકરી કરવા ગયો હતો. ત્યારે રાત સુધી પરત ન ફરતા પરિવાર જનોએ કંપનીના માલિક રાકેશભાઈ માલીના ઘરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 2જી મેના રોજ રોનક કંસારા કંપનીમાં કામ મારવા આવ્યો ન હતો. પરિવાર જનોએ રોનકના મિત્રો સગા સંબંધીને ત્યાં તપાસ કરી હતી. રોનકના બને મોબાઇ ફોનમાંથી એક ફોન બંધ આવતો હતો અને એક ફોન ચાલુ હતો પરંતુ કોઈએ ઉપાડેલ નહિ જેથી રોનક કંસારા ન મળતા તેના પિતા જગદીશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...