તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડના વાડિયા હોલમાં 273 બુથ માટે 300 EVM તૈયાર કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લામાં આગામી 23 એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન ઇવીએમ દ્વારા થનાર છે. નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા ઇવીએમની ચકાસણી કરવામાં આવી રહી છે. મતદાન દરમિયાન ઈવીએમમાં કોઈ ખરાબી ન આવે તા માટે ચકાસણી કરાઈ રહી છે. વલસાડ તાલુકાના તમામ બુથોના ઇવીએમની ઝીણવટ ચકાસણી પૂર્વક સંપન્ન કરી ઇવીએમને સીલ કરી મતદાન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વલસાડ લોકસભાની ચૂંટણી 2019ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વલસાડ તાલુકાના તમામ બુથ ઉપરના ઇવીએમ ચકાસવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન મતદારોને અને ચૂંટણી ઉપરના સ્ટાફને કોઈ તકલીફ ન પડે તે માટે ઇવીએમની ચકાસણી કરવામાં આવી હતી. સંપૂર્ણ ચકાસણી બાદ ઇવીએમને સીલ મતદાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ઇવીએમને સીલ કરતી વખતે જૂનો ડેટા ડીલીટ કરીને મતદાન માટે ઇવીએમને તૈયાર કરવામાં આવ્યા હતા. એક ઇવીએમની ચકાસણી કરતા ફરજ ઉપરના સ્ટાફને અંદાજિત 1 કલાકથી વધારે સમય લાગતો હતો. ચૂંટણી પહેલા મતદાન મથકે મોકપોલ કરીને ઉમેદવારોની હાજરીમાં ઇવીએમને ડેટા ચકાસીને મોકપોલ કરી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...