ટયુશન પર બાળકી સાથે છેડતી કરનાર વૃધ્ધને 3 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લાના વાપી નજીક છરવાડા વિસ્તારમાં 67 વર્ષીય વૃધ્ધે ટયુશને આવેલી 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરી બેડરૂમમાં લઇ જઇ કિસ કરવાના ધૃણાસ્પદ બનાવ સંદર્ભના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને પોક્સો ગુના હેઠળ 3 વર્ષની કેદની સજા ફટકારી છે.

વાપીના છરવાડામાં ખોડિયાર નગરમાં રહેતો હરિહર મનોહર માલાકરની પત્ની ટ્યુશન ચલાવે છે.જેના ઘરે વાપીની એક ત્રીજા ધોરણમાં ભણતી 9 વર્ષીય બાળાને તેના માતાપિતા દ્વારા 10 જૂન 2015થી ટયુશન રાખવામાં આવી હતી. બાળકીને તેની માતા દરરોજ સવારે 9.30 વાગ્યે ટયુશન કલાસમાં મૂકવા લેવા જતી હતી.1 ઓગષ્ટ 215ના રોજ બાળકી ટયુશને ગઇ હતી,ત્યારે ટયુશન ટીચર કોઇ કામે બહાર જતાં બાળકી અને બીજા બે બાળકો કલાસમાં હાજર હતા.આ બાળકોની સ્કૂલવાન આવતા તેઓ પણ નિકળી ગયા હતા.દરમિયાન બાળકી ટોયલેટ જતા ટીચરનો 67 વર્ષીય પતિ હરીહર મનોહર માલાકર બાથરૂમ પાસે ઊભો થઇ ગયો હતો.ત્યારબાદ બાળકીને બેડરૂમમાં લઇ જઇ અભદ્ર અડપલાં કરતા ઘરના દરવાજાનો ડોર બેલ વાગતા બાળકી ત્યાંથી ભાગીને હોલમાં આવી ગઇ હતી.ત્યારબાદ સ્કૂલ વાન આવતા બાળકી બહાર નિકળી જઇ વાનમાં બેસી શાળામાં જતી રહી હતી.ઘરે આવીને બાળકી ગભરાઇને પોતે હવેથી ટ્યુશન નહિ જઇશ તેવું જણાવતા માતાપિતાએ સમજાવીને શું થયું તે પૂછતા બાળકીએ આ હરિહર વારંવાર આવું કૃત્ય કરતો હોવાની માતાપિતાના તમામ હકીકત વર્ણવી હતી.ત્યારબાદ પિતાએ હરિહર માલાકર વિરૂધ્ધ ડુંગરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.આ કેસમાં તેની ધરપકડ કરાઇ હતી.આ કેસ વલસાડ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી જતાં એડિ.સેશન્સ જજ પી.કે.લોટિયાએ હરિહર માલાકરને કલમ 354 (1)ની કલમ (1) મુજબ 3 વર્ષની કેદની સજા,રૂ.500 દંડ તથા પોક્સો એક્ટ હેઠળ 3 વર્ષની કેદની સજા ફટકારી રૂ.500 દંડ અને દંડ ન ભરે તો કુલ 8 માસની વધુ સજાનો હુકમ કર્યો હતો.

મહત્તમ સજા કરવા ડીજીપીની દલીલ
ડીજીપી અનિલ ત્રિપાઠીએ આ કેસની અંતિમ સુનાવણીમાં બનાવનો ભોગ બનેલી બાળકીની વય નાની હોય સમાજમાં દાખલો બેસે તેવી કાયદામાં ઠરાવેલી જોગવાઇ મુજબ મહત્તમ સજા કરવી જોઇએ.આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે.

કૃત્યને ધ્યાને લેતા આરોપી દયાને પાત્ર નથી
પોક્સો કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.કે.લોટિયાએ કેસના ચૂકાદામાં તારણ કાઢતા જણાવ્યું કે, બાળકી સાથે આચરેલું કૃત્ય ધ્યાને લેતા આરોપી કોઇપણ પ્રકારે દયાને પાત્ર નથી.સમાજમાં પડેલા પ્રત્યાઘાતને પણ લક્ષ્યમાં લઇ આરોપીના ગુનાની ગંભીરતાના સપ્રમાણમાં સજા કરાય તો ન્યાયનો હેતુ જળવાશે.

અન્ય સમાચારો પણ છે...