તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2000ને ખોરાકી ઝેરની અસર બાદ સેમ્પલ લેવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામે રવિવારે લગ્ન સમારોહ દરમિયાન બપોરે ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં 2000 મહેમાનો ફૂડ પોઇઝીનીંગનો ભોગ બન્યા હતાં.આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રસોઇના નમૂના લઇને ભૂજ લેબોરેટરીમાં મોકલાયા છે. જ્યારે અન્ય ત્રણ જગ્યા પર ભોજન પુરુ થઇ ગયું હોવાથી સેમ્પલ લઇ શકાયા નથી. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાતે તાલુકાના તમામ પીએચસી કેન્દ્રના ડોકટરો અને સ્ટાફને કામે લગાડી દીધો હતો.જેના કારણે મોટાભાગના લોકોની તબિયતમાં રાત્રે સુધારો જોવા મળ્યા હતા. સોમવારે નાપાડ ગામે વધુ એક લગ્ન સમારોહ હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ પહેલાથી જ તૈનાત કરાઈ હતી.

નાપાડ વાંટા ગામે જલલાભાઇ રાઠોડની બે દિકરીઓના લગ્ન હોવાથી બોરસદ તાલુકાના નાપા વાંટા ગામથી તથા વલસાડથી જાન આવી હતી. આ ઉપરાંત ગામમાં અન્ય ત્રણ જગ્યાએ લગ્ન હતાં. જેમાં લોકો મોટી સંખ્યામાં ભોજન લીધું હતું. સાંજના 5 વાગ્યા બાદ અચાનક જ ફૂડ પોઇઝનીંગની અસર જણાઇ હતી. તેથી નાપાડ વાંટામાં ઘણા બધા કેસો નોંધાયા હતા. તમામને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આણંદની ખાનગી હોસ્પિટલો અને કરમસદ હોસ્પિટલમાં તથા ઓછી અસર ધરાવતા લોકોને ગામમાં તેમના ઘરે સારવાર આપવામાં આવી હતી.

નાપાડ વાટામાં વધુ એક લગ્ન, તકેદારીના પગલે આરોગ્યની 1 ટીમ પહેલાથી તૈનાત
રસોઇના નમૂના તપાસ માટે ભૂજ મોકલાયા
આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી રાણાએ જણાવ્યું હતુ ંકે,નાપાડ વાટા ગામે જઇને રસોઇમાં બનાવેલ ગાજરનો હલવો, ફૂલવડી, શાકના નમૂના લઇને ભૂજ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.ત્યાર બાદ રસોઇમાં ખામી હશે . આગળની તપાસ હાથધરવામાં આવશે.

નાપાડ વાંટા ગામે રવિવારે ચાર લગ્નો હતા
અમારે ત્યાં લગ્ન સમારોહમાં 4500 વ્યકિત માટે ભોજન બનાવ્યું હતું. ગામમાં અન્ય ત્રણ લગ્ન હતા. જેથી ગ્રામજનો ત્યાં પણ ગયા હતા. તેઓએ કયાં ભોજન લીધુ તેની અમને ખબર નથી. પરિવારના સભ્યો અને પડોશીઓમાંથી કોઇને તબિયત બગડી નથી.જાનૈયાઓની તબિયત લથડી હોવાનું જણવા મળેલ છે. પરિવારજનો, જલાલભાઇ રાઠોડના પરિવારજનો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો