તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 MLDના STPથી 3 ગામના ડ્રેનેજ, કચરોના પ્રશ્ન ઉકેલાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડના ભાગડાવડાની ખાંજણની બંજર જમીનમાં 15 એમએલડીની ક્ષમતાનો એસટીપી અને ગાર્બેજ પ્લાન્ટ સામે 3 ગામે ઉઠાવેલા વિરોધ વચ્ચે પાલિકાએ આ ત્રણે ગામમાં ગ્રામજનોને બેઝિક સુ‌વિધાનો લાભ મળશે તેવો દાવો કર્યો છે.

વલસાડ પાલિકા દ્વારા ભાગડાવડામાં ખાંજણની જમીનમાં 15 એમએલડીની ક્ષમતાનો એસટીપી પ્લાન્ટ અને ગાર્બેજ પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવા માટે સરકાર પાસે 5 એકર જમીન માગી છે. જેથી નજીકને લાગૂ ભાગડાવડા,તિથલ અને કોસંબા ગામમાં નારાજગી ફેલાઇ છે. પાલિકા સત્તાધીશો દ્વારા આ સમગ્ર પ્રોજેકટથી ત્રણે ગામની પાયાની સુવિધાનો પ્રશ્ન સરળતાથી ઉકેલાઇ જશે તેવો દાવો કરાયો છે.જેમાં પાલિકાનું માનવું છે કે, ગામોમાં ડ્રેનેજના નિકાલ માટે ભૂગર્ભ ગટર લાઇન ન હોવાથી લોકોને ખાળકૂવા ખોદાવવા પડે છે,ડ્રેનેજ જોડાણોની સુવિધા નથી અને કચરાનો નિકાલ કરવા બે ટ્રેકટરથી કચરો દૂર ઠાલવીને કામ ચલાવવામાં આવતાં બંન્ને સુવિધા પૂરી પાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ સંજોગોમાં વલસાડ પાલિકાના એસટીપી પ્લાન્ટના નિર્માણથી આ ગામોમાં રહીશોના મકાનોમાં ડ્રેનેજ જોડાણો આપી શકાશે તેમજ કચરાના નિકાલ માટે નજીકના ગાર્બજ પ્લાન્ટમાં કચરો મોકલી દેવા સરળતા મળશે. આ કચરાનો પ્રોસેસિંગ કરવામાં આવશે તેવું પાલિકા જણાવી રહી છે.બીજી તરફ ગ્રામજનો દૂર્ગંધનો મુદ્દો ઉઠાવી વિરોધ કરવા રજૂઆત કરવા તત્પર બન્યા છે.આમ પાલિકાના પ્લાન્ટના મુદ્દે એક તરફ વિવાદ અને બીજી તરફ ગામોને મળનારી સુવિધાના દાવા વચ્ચે લોકહિતમાં શું નિર્ણય આવશે તેના પર સૌની મીટ મડાઇ છે.

સૂચિત જગ્યા પર 1200 વૃક્ષનું પ્લાન્ટેશન

પાલિકાના જણાવ્યા મુજબ ખાંજણી પડતર જમીન પૈકી 5 એકર જમીનમાં 1200 જેટલા વૃક્ષનું પ્લાન્ટેશન કરાશે.આ સંકુલ પાસે હરિયાળી ઉભી કરાશે. પર્યાવરણીય રીતે કામગીરી હાથ ધરવામાં આવનાર છે.પ્લાન્ટના ફરતે 6 ફુટની દિવાલ અને પ્લાન્ટનો મોટો શેડ ઉભો કરી કોર્ડન કરાશે.ભાગડાવડા ગામની પડતર જમીનમાં એસટીપી,ગાર્બેજ પ્લાન્ટ માટે ચારે દિશામાં 6 ફુટ ઉંચાઇની મોટી દિવાલ ઉભી કરવામાં આવશે.

પ્લાન્ટથી ગંદકી ફેલાશે તેનો વિરોધ છે

પાલિકા ભાગડાવડા નજીક ડમ્પિંગ સાઇટ ઉભી કરશે.જેથી ગંદકી ફેલાશે.ચોમાસામાં રેલના પાણીમાં સાઇટનો કચરો ઘસડાઇને બીચ પર આવશે.જેનાથી ગંદકીનો પ્રશ્ન પંચાયતને સામનો કરવો પડશે.બાજૂની નદી વાટે કચરો તિથલ અને કોસંબા દરિયા કિનારા તરફ આવશે.હાલે પંચાયત બીચ પરથી કચરો સાફ કરે છે જ્યારે આ પ્લાન્ટનો કચરો ઘસડાઇને આવશે ત્યારે મોટી સમસ્યા થશે.જે મુદ્દે વિરોધ કરાઇ રહ્યો છે. > રાકેશ પટેલ,સભ્ય,સરપંચ પતિ,તિથલ પંચાયત

ડ્રેનેજ જોડાણો નથી, સમસ્યા ઉકેલવાની તક

ભાગડાવડામાં ડમ્પિંગ સાઇટ નહિ પણ સૂચિત પ્રોસેસિંગ પ્લાન્ટ છે. કચરાના ઢગલાં થવાના નથી. આ ગામોમાં એપાર્ટમેન્ટો,બંગલાઓ,મકાનો માટે અ્ન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ગટર લાઇન ન હોવાથી રહેઠાણના ડ્રેનેજ જોડાણો બેઝિક સુવિધા નથી, કચરાના નિકાલ માટે અલાયદી જગ્યાનો પ્રશ્ન ગામો સામે છે.આ સમસ્યા પાલિકાના બંન્ને પ્લાન્ટથી દૂર થઇ જવાની તક પંચાયતોને મળશે.ભવિષ્યમાં આ સુવિધા તો લોકોને આપવી જ પડશે.જે ભાગડાવડાના પ્લાન્ટ હેઠળ ત્રણે ગામને મળી શકે તેમ છે. > જે.યુ.વસાવા,ચીફ ઓફિસર

જોડાણો આપી શકાશે તેમજ કચરાના નિકાલ માટે નજીકના ગાર્બજ પ્લાન્ટમાં કચરો મોકલી દેવા સરળતા મળશે. આ કચરાનો પ્રોસેસિંગ કરવામાં આવશે તેવું પાલિકા જણાવી રહી છે.બીજી તરફ ગ્રામજનો દૂર્ગંધનો મુદ્દો ઉઠાવી વિરોધ કરવા રજૂઆત કરવા તત્પર બન્યા છે.આમ પાલિકાના પ્લાન્ટના મુદ્દે એક તરફ વિવાદ અને બીજી તરફ ગામોને મળનારી સુવિધાના દાવા વચ્ચે લોકહિતમાં શું નિર્ણય આવશે તેના પર સૌની મીટ મડાઇ છે.


વૃક્ષો, કમ્પાઉન્ડ વોલ, પ્લાન્ટ શેડ કરી અદ્યતન સંકુલ બનશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો