તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં દોરીથી 14 પક્ષીઓ ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વ નિમિત્તે સરકાર દ્વારા જિલ્લામાં કરૂણા અભિયાનની શરૂઆત કરાઈ છે. ત્રણ દિવસમાં વલસાડ શહેરમાં 14 પક્ષીઓ પતંગની દોરી વડે ઘાયલ થયા છે. જે પૈકી 2 અબોલ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓ માટે હેલ્પ લાઇન નં. 1962 અને 02632-2428510 શરૂ કરાઇ છે. ઘાયલ પક્ષીઓ દેખાય તો હેલ્પ લાઇનનો સંપર્ક કરવા નાયબ વન સંરક્ષણ અધિકારી વનીકરણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પંતગની દોરી વડે અબોલ પક્ષીઓ ઇજા ગ્રસ્ત પક્ષીઓને બચાવવા અને જલ્દી સારવાર મળે તે માટે વલસાડ જિલ્લામાં કરૂણા અભિયાન વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા વલસાડ જિલ્લાના તમામ તાલુકા મથકે તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. જેનો હેલ્પ લાઈન નં. 1962 અને 02632-242510 ઉપર ઘાયલ અબોલ પક્ષીઓને બચાવવા સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. વલસાડ શહેરમાં છેલ્લા 3 દિવસમાં 14 અબોલ પક્ષીઓ પતંગની દોરી વડે ઘાયલ થયા હતા. જે ને વલસાડના કરૂણા સેન્ટર ઉપર સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી 1ઘુવડ અને 1 કબૂતર મૃત્યુ પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો