તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 1.18 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 23 કરોડ જમા થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ જિલ્લાકક્ષાના પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. આ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના 1.18 લાખ ખેડૂતોના ખાતામાં રૂા.23 કરોડથી પણ વધુ રકમ જમા થનાર છે. આ યોજના ખેડૂતોની આવક બમણી કરવા માટે ખૂબ મોટું પગલું સાબિત થશે.

આ અવસરે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું કે, કિસાન સન્માનનિધિ યોજના થકી દરેક ખેડૂતોને વર્ષ દરમિયાન 6 હજાર રૂપિયાની સહાય મળશે. જે સામાન્ય ખેડૂત પરિવારો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી ગયેલા ખેડૂતોને લાભ મળે તે માટે સંબંધિત ગામોના સરપંચ સહિત અગ્રણીઓ મદદરૂપ બને તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં કિસાન સન્માનનિધિ યોજના સહિત છેવાડાના માનવીની ચિંતા કરી તેમના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આરોગ્ય ક્ષેત્રે પણ ગરીબ પરીવારોને ગંભીર બીમારીના ખર્ચને પહોંચી વળવા માટે આયુષ્‍માન યોજની અમલવારી પણ કરવામાં આવી રહી છે.

વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓએ ખેડૂતોને સમયસર લાભ મળી શકે તે માટે રાતદિવસ મહેનત કરી 1.18 લાખ જેટલા ખેડૂતોની નોંધણી કરી છે. આ સહાય થકી ખેડૂતો ખાતર-બિયારણની ખરીદી કરી ખેતીની સારી શરૂઆત કરી શકશે. આ યોજનાઓ મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મદદરૂપ થવાનો હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મનકી બાત કાર્યક્રમને પણ ઉપસ્થિતોએ શાંતિપુર્વક સાંભળ્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડર, સિવિલ સર્જન ડો. જીત્યા, જિલ્લાના લાભાર્થી કિસાનમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ््યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો