તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટો પાર્ટસની આડમાં લઈ જવાતો 10 લાખના દારૂ પકડાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટેમ્પોમાં ઓટો સ્પેરપાર્ટસના પાર્સલની આડમાં ભરૂચ તરફ લઈ જવાતો રૂ.10 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ચાલક સહિત ટેમ્પો કબજે કર્યો હતો. જોકે, ટેમ્પોમાં દારૂ ભરાવી આપનાર ને વોન્ટેડ જાહેર કર્યો હતો. રૂરલ પોલીસની ટીમે ટેમ્પો ચાલકને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ગુજરાતમાં દારૂનો જથ્થો ઘૂસાડવામાં બૂટલેગરો અને ખેપિયાઓ નીતનવા પેંતરા કરતા રહ્યા છે. જો કે, વલસાડ પોલીસના કડક પેટ્રોલિંગમાં બૂટલેગરોને છેવટે નાસીપાસ થવાનો વારો આવતો હોય છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે પારનેરા પારડી સુગર ફેક્ટરી પાસે હાઈવે ઓવરબ્રીજ ઉતરતાં કરેલી નાકાબંધીમાં મુંબઈ તરફથી આવતાં ટેમ્પોનં.એમએચ-04-ઈબી-5873ને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતાં ઓટો સ્પેરપાર્ટસના પાર્સલની આડમાં દારૂનો વિશાળ જથ્થો સંતાડાયો હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતાં દારૂ-વ્હિસ્કી-બિયરની 5016 નંગ બોટલ કિં.રૂ.10,08,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલક અરૂણસીંગ શોલાસીંગ રાજપૂત રહે. એપલ એપાર્ટ.,કબ્રસ્તાનરોડ, વાપી, મૂળ રહે. યુપી જોનપુરની પૂછપરછ કરતાં ટેમ્પોમાં દારૂનો જથ્થો દિપક ઉર્ફે ડીકે નામના ઈસમે તલાસરી,મહારાષ્ટ્રથી ભરીને આપ્યો હતો. જે માલ વર્ષા હોટલની પાસે, હાઈવે, અંકલેશ્વર, જિ.ભરૂચ પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. હાલ તો પોલીસે ચાલક અરૂણસીંગની ધરપકડ કરી તેનો કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ટેમ્પો ભરાવનાર દિપકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો