તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં 1 કલાકમાં 1 ઇંચ ધોધમાર વરસાદ ગૌરવપથમાં વિજળી ડૂલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં શુક્રવારે સાંજે 4 થી 5ના 1 કલાકના ગાળામાં 1 ઇંચ ધોધમાર રીતે વરસાદ વરસતા મેઘરાજાના આક્રમક મિજાજના પારખાં જોવા મળ્યા હતા.ત્યારબાદ વરસાદનું જોર ઓછું થયું હતું,પરંતુ ધીમો વરસાદ ચાલુ રહ્યો હતો.જ્યારે ઉમરગામ તાલુકામાં અડધો ઇંચ અને અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો.વલસાડમાં ચાલૂ વરસાદે ગૌરવપથ હાલર રોડ આઇસીઆસીઆઇ બેંક સામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં પોશ વિસ્તારની વિજળી ડુલ થઇ જતાં લોકોને પરેશાની ભોગવવી પડી હતી.

જિલ્લામાં સપ્ટમ્બર માસ દરમિયાન વચ્ચેના પાંચેક દિવસોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.આ વર્ષે જૂનથી લઇ સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ જામ્યું છે.શુક્રવારે સાંજે વલસાડ શહેરમાં 4 થી 5 વાગ્યાના 1 કલાકના ગાળામાં જ 1 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઇ ગયા હતા. સવારથી બપોરે 2 વાગ્યા સુધી આકાશ સ્વચ્છ રહ્યા બાદ ધીમે ધીમે આકાશમાં વાદળો ઘેરાવા માડ્યાં હતા.ત્યારબાદ ધીમી ગતિએ વરસાદ શરૂ થયો હતો.દરમિયાન સાંજે 1 કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ વલસાડમાં ઝિંકાયો હતો.આ સાથે ઉમરગામ તાલુકામાં અડધો ઇંચ થતાં બીજા તાલુકાઓમાં ઓછોવત્તો વરસાદ થયો હતો.

તાલુકા મિમિ

વલસાડ 30

પારડી 02

વાપી 01

તાલુકા મિમિ

ઉમરગામ 14

ધરમપુર 08

કપરાડા 04

હાલર રોડ રક ડાળ પડતાં TCમાં ધડાકો
સાંજે ધોધમાર વરસાદ થતાં વલસાડ હાલર રોડ પર આઇસીઆઇસીઆઇ બેંકના કમ્પાઉન્ડમાં નાળિયેરીના ઝાડની સૂકી ડાળી વિજ લાઇન પર પડતાં આગનો ગોળો છવાઇ ગયો હતો.જેના કારણે પાસેના વિજ ટ્રાન્સફોર્મરમાં મોટો ધડાકો થતાં મેઇન રોડની વિજળી ડૂલ થઇ ગઇ હતી.વલસાડમાં શુક્રવારે સાંજે 4 થી 5ના 1 કલાકના ગાળામાં 1 ઇંચ ધોધમાર રીતે વરસાદ વરસતા મેઘરાજાના આક્રમક મિજાજના પારખાં જોવા મળ્યા હતા.ત્યારબાદ વરસાદનું જોર ઓછું થયું હતું,પરંતુ ધીમો વરસાદ ચાલુ રહ્યો હતો.જ્યારે ઉમરગામ તાલુકામાં અડધો ઇંચ અને અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો.વલસાડમાં ચાલૂ વરસાદે ગૌરવપથ હાલર રોડ આઇસીઆસીઆઇ બેંક સામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં પોશ વિસ્તારની વિજળી ડુલ થઇ જતાં લોકોને પરેશાની ભોગવવી પડી હતી.

જિલ્લામાં સપ્ટમ્બર માસ દરમિયાન વચ્ચેના પાંચેક દિવસોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.આ વર્ષે જૂનથી લઇ સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ જામ્યું છે.શુક્રવારે સાંજે વલસાડ શહેરમાં 4 થી 5 વાગ્યાના 1 કલાકના ગાળામાં જ 1 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઇ ગયા હતા. સવારથી બપોરે 2 વાગ્યા સુધી આકાશ સ્વચ્છ રહ્યા બાદ ધીમે ધીમે આકાશમાં વાદળો ઘેરાવા માડ્યાં હતા.ત્યારબાદ ધીમી ગતિએ વરસાદ શરૂ થયો હતો.દરમિયાન સાંજે 1 કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ વલસાડમાં ઝિંકાયો હતો.આ સાથે ઉમરગામ તાલુકામાં અડધો ઇંચ થતાં બીજા તાલુકાઓમાં ઓછોવત્તો વરસાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...