વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં નેટવર્ક માટે પહાડ પર ચઢવું પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાપોંઢા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ઇન્ટરનેટ નેટવર્કની ભારે હાલાકી છે. વળી અહીંના સ્થાનિકોને રેશનિંગની દુકાનમાંથી અનાજ લેવા ફિંગરપ્રિન્ટની કુપન લઈને જવું પડે છે પરંતુ નેટના અભાવે તેમને તકલીફ પડે છે. વોડાફોન કંપનીનું નેટવર્ક ઊંચાઈવાળા સ્થળે પકડાય છે આથી સ્થાનિકો વહેલી સવારથી પહાડ પર બેસી જાય છે. ત્યાં લેપટોપ લઈને ખુલ્લામાં બેસવું પડે છે. બીપીએલ કાર્ડ ધારકોએ ડુંગરપર 3 કિલોમીટર જેટલું ચઢવું પડે છે.