વાપીઃ બંધ રૂમમાંથી ચોરી કરતા ડુંગરી ફળિયાના 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 વાપી: વાપી વિસ્તારમાં બંધ ઘરોને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપી એલસીબીના હાથે ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વલસાડ એલસીબી પીઆઇ એમ.એમ.સરવૈયા, પીએસઆઇ જે.પી.જાડેજા સોમવારે તેમની ટીમ સાથે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઇ અલ્લારખુ અમીરને મળેલી બાતમીના આધારે વાપી ડુંગરીફળિયા ડીસન્ટ હોટલ પાસેથી અજય ઉર્ફે બચ્ચી છોટેલાલ નિશાદ ઉ.વ.19, રણજીત ઉર્ફે મુસા વિજયપ્રતાપ શુક્લા ઉ.વ.24 અને સુજીત મોહનભાઇ પ્રજાપતિ ઉ.વ.22 તમામ રહે.ડુંગરી ફળિયા વાપી ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના કિં.રૂ.1,03,850 તથા એક બાઇક નં.જીજે-15-એનએન-4061 કિં.રૂ.30,000 અને રોકડા રૂ.3,000 મળી કુલ રૂ.1,33,850 નો મુદ્દામાલ કબજે કરાયો હતો.


 ત્રણેય આરોપીએ પુછપરછમાં જણાવ્યુ હતું કે, સવા મહિના પહેલા તેમણે ડુંગરા બસસ્ટોપ નજીક એક એપાર્ટમેન્ટમાં જઇ બંધ મકાનનું તાળુ તોડી અંદરથી દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી. જેની ફરયિાદ ડુંગરા પોલીસમાં નોંધાવવામાં આવી હતી. જ્યારે એક મહિના પહેલા ચણોદ કોલોનીમાં બંધ મકાનનું તાળુ તોડી અંદરથી સોના-ચાંદી તથા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આરોપીઓ દિવસ દરમિયાન સોસાયટીમાં જઇ તાળા મારેલ બંધ રૂમને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરી કરે છે. એલસીબીએ ત્રણેય આરોપીને ડુંગરા પોલીસ મથકમાં સોંપતા ડુંગરા પોલીસ દ્વારા રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...