વલસાડ: વલસાડ બંદર રોડ પાસે આવેલા ઔરંગાનદીના પુલપર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતા તેનો ભંગ થઇ રહ્યો છે. એડિશનલ કલેક્ટર દ્વારા એક મહિના પહેલા આ અંગેનું પ્રતિબંધીત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતા ભારે વાહનોના ચાલકો તેનો ભંગ કરી રહ્યા છે. મંગળવાર રાત્રી દરમિયાન એક કપચી ભરેલી ટ્રક નદીના પુલ પર રેલીંગ તોડીને ધસી આવી હતી. ત્યારે ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ધુમાવતા પુલ પર ચાલી રહેલા ગાયના એક વાછરડાને ટક્કરમારી પગ પણ ફેક્ચર કરી કાયદાનો ભંગ કરીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો, ગૌરક્ષો દ્વારા પોલીસ કર્મીઓને જાણ કરતા વાછરડાને તાત્કાલીત સારવાર આપવામાં આવી છે. તો પોલીસે ટ્રક ચાલકે ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.