વલસાડઃ પાંચ વર્ષથી બાળકીનું રૂબેલાની રસી બાદ મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક


સુરતઃ વલસાડના નંદાવલા ગામે રૂબેલાની રસી પીવડાવ્યા બાદ બાળકીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. જેથી પોલીસ સાથે આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ કરાવવામાં આવી રહ્યાં છે. જો કે, આ બાળકીના પરિવારજનો મક્કમતાપૂર્વક દાવો કરી રહ્યા છે કે ઓરી રૂબેલાની રસી બાદ જ બાળકીને તાવ આવ્યો હતો જે તેના મોતનું કારણ બન્યો હતો.

બીજી તારીખે રસી મુકાવ્યા બાદ બાળકીને આવ્યો હતો તાવ

 

વલસાડના નંદાવલા ગામે રહેતા મિતેષભાઈ નાયકાની પાંચ વર્ષની દીકરી વંશિકાને બીજી તારીખે રૂબેલાની રસી અપાવવામાં આવી હતી. રસી અપાયા બાદ બાળકીને તાવ આવ્યો હતો. જેથી ત્રીજી તારીખે તેણીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી દવા અપાવવામાં આવી હતી. આ દરમિયાન ગત રાત્રે બાળકીને સારવાર માટે પરિવારજનો વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યાં હતાં એ દરમિયાન ખેંચ આવતાં બાળકીનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનોએ રૂબેલા રસીનું મોતનું કારણ ગણાવતાં આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર