લોકદરબાર / વલસાડમાં યોજાયેલા જીઇબીના લોકદરબારમાં અરજદારે સ્ટેજ પર ચઢી અપશબ્દો બોલ્યા

આક્રોશમાં આવેલા અરજદારો પૈકીએ એક સ્ટેજ પરથી અપશબ્દો બોલતાં સોંપો પડી ગયો

DivyaBhaskar.com | Updated - Dec 06, 2018, 10:07 PM

* અકળાયેલા અરજદારોને અધિકારીઓએ આશ્વાસન આપ્યું
* અરજદારોનું કામ વહેલી તકે પુરૂ કરવાની અધિકારીઓએ આપી ખાત્રી

સુરતઃ વલસાડના ધરમપુર રોડ પર આવેલી પટેલ સમાજની વાડીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લોક દરબાર રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અરજદારો અને જી.ઇ.બીની કચેરીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબાર ની શરૂઆતમાં જ અરજદારો પોતાના પ્રશ્નો હલ નહિ થયા હોવાને લીધે આક્રોશ માં આવી ગયા હતા. જેમાં એક સ્ટેજ પર ચડીને અપશબ્દો બોલવા લાગ્યો હતો.

- વીજ તંત્રની બેદરકારીની મોટી ફરિયાદો કરવામાંઆવી
- લોકદરબારમાં 22 જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી
- ડુંગરી ગામના વડીલે 3 મહિનાથી રજૂઆત ધ્યાને ન લેવાતા મચાવી ધમાલ

બેઠકમાં દિગ્ગજો હાજર રહ્યાં

લોકદરબારમાં વલસાડ બેઠક ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ, દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ઇન્ચાર્જ સી.એ.ઓ એન્ડ એસ.ઇ પી.જી.પટેલ, કાર્યપાલક ઇજનેર એન.એન. ચોધરી ઉપસ્થીત રહ્યા હતા.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App