વલસાડઃ કોસ્ટલ હાઇ વે પાણીમાં ગરકાવ, માલવણ ગામમાં ઘૂસ્યાં નીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ વલસાડ અને બીલીમોરાને જોડતા કોસ્ટલ હાઇ વે પરનાં ઉપરવાસમાં કાવેરી- ખરેરા અને અંબિકા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. જે આગળ અરબી સમુદ્રમાં જઇને ભળે છે. જોકે, ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. જેથી વલસાડ બીલીમોરાને જોડતો કોસ્ટલ હાઈ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને દરિયામાં ભરતીના કારણે પાણી આસપાસના વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. બીલીમોરા રોડ પર આવેલા માલવણ ગામમાં કમર સુધીના પાણી ભરાયા છે.


 
ગામમાં કમર સુધીના પાણી ભરાયા
 
ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં ધરાસણા ગામથી પસાર થતા કોસ્ટલ હાઇ વે પર પાણી ફરી વળ્યા છે.  જેથી આ વિસ્તારમાં આવેલા 15 થી20 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. તો બીજી તરફ બીલીમોરા રોડ પર આવેલા માલવણ ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ગામમાં કમર સુધીના પાણી ભરાયા છે. દરમિયાનમાં ભરતીના કારણે સ્થિવ વધુ બગડવાની શક્યતા રહેલી છે.
 
રસ્તા પર પાણી ન ઉતારવાને કારણે સ્થિતિ વણસી રહી છે
 
કોસ્ટલ વિસ્તારમાં ખારવા દાંડી, દાંતી, કાંદડીવા, ધરાસના અને અન્ય વિસ્તાર પ્રભાવિત થયા હતા. માલવણને બીલીમોરાને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. વલસાડના કોસ્ટલ વિસ્તારમાં પાણી ભરાતા 15 થી 20 જેટલા ગામો પ્રભાવિત થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે કેટલાયે વિસ્તારમાં રસ્તા પર પાણી ન ઉતારવાને કારણે સ્થિતિ વણસી રહી છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો