તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડઃ ઉજાલા યોજનાનું કૌભાંડ આવ્યું બહાર, 16 લાખનો માલ બારોબાર સગેવગે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ વલસાડ ખાતે કેન્દ્ર સરકારની ઉજાલા યોજનાને લઈને મોકલવામાં આવેલા મટીરીયલમાંથી 16 લાખથી વધુનો સામાન બારોબાર સગેવગે કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉજાલા યોજના અંતર્ગત સામાન મોકલતી કંપની દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું સામે આવ્યું છે. અને પોલીસ ત્રણની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
  
ઉજાલા યોજનાનું કૌભાંડ
  
કેન્દ્ર સરકારની ઉજાલા યોજના અંતર્ગત હૈદરાબાદની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેનો સામાન વલસાડ ખાતે એક ગોડાઉન બનાવી લોકોને ઉજાલા યોજનાનો સામાન આપવામાં આવતો હતો. આ ગોડાઉન ઈન્ચાર્જ જીગ્નેશ મોહન પટેલ, સોઝબ લખાણી અને કંપની સ્ટેટ કોર્ડિનેટર રામ કૈલાસ પટેલ અંડર હતું. દરમિયાન કંપની દ્વારા ઉજાલા યોજનાનો સામાન મોકલવામાં આવ્યો હતો. ટેન્ડર પૂર્ણ થતા સામાનની તપાસ કરવામાં આવી હતી. જેમાં જીગ્નેશ, સોઝબ  અને રામે કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસ દ્વાર ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
16.31 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
 
કંપની દ્વારા ઉજાલા યોજના અંતર્ગત મોકલવામાં આવેલા સામાનની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ઉજાલા ટ્યુબલાઈટ, પંખા, ડિફેક્ટીવ ટ્યુબલાઈટ, બલ્બ મળી કુલ 16,31, 310 રૂપિયાની માલસામાન બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. એસ.એન.આર.ઈ. ડેટાસ પ્રા. લી કંપનીના ટેકનીકલ હેડ હર્ષવર્ધન રામારાવ વેમુલા દ્વારા તપાસ કરવામાં આવતા આખું કૌભાંડ બહાર આવ્યું હોવાનું સામે આવ્યું છે.

 

અન્ય સમાચારો પણ છે...