તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણના બે ખેલાડી અંડર 19 ક્રિકેટમાં રમશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી: દમણ સ્પોટર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રદેશના ઉભરતા ખેલાડીઓને જરૂરી તાલીમ મળી રહે એ માટે થઇ રહેલા પ્રયાસના પગલે હાલમાં દમણનો એક ખેલાડી ગુજરાતની ટીમમાં રણજી ટ્રોફી મેચ માટે પસંદગી થયો હતો. જોકે, રણજીમાં સારૂં પ્રદર્શન કર્યા બાદ દમણના વધુ બે ખેલાડીની વિનુ માંકડ ટ્રોફી માટે ગુજરાત અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ હતી.


સંઘપ્રદેશ દમણના ઉમંગ રોહિત અને સરલ પ્રજાપતિને ગુજરાત અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. આ બંને ખેલાડીઓ વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત વતી રમશે. ઉમંગ અને સરલની પસંદગી થયા બાદ કોચ ભગુભાઇ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અગાઉ ગુજરાત અંડર 14 ક્રિકેટ ટીમમાં ઉમંગ રોહિતે બે વખત શતક અને 1 વાર બેવડી સદી ફટકારી હતી. આ ઉપરાંત અંડર 16 ટીમમાં ગુજરાતમાં કેપ્ટન તરીકે પણ રહી ચુક્યો છે. અંડર 16 માં વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમમાં ઉમંગ રોહિતે સેન્ચુયરી ફટકારી હતી જેને લઇને તેમની ઝોનલ ક્રિકેટ એકેડમીમાં પણ પસંદગી થઇ હતી. જ્યારે સરલ પ્રજાપતિ ગુજરાત અંડર 14 ક્રિકેટ ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીનું બહુમાન મેળવ્યું હતું.

 

 

સરલ પ્રજાપતિની ઝોનલ ક્રિકેટ એકેડમી માટે પસંદગી કરવામાં આવી હતી. 5મી ઓકટોબરથી સુરત ખાતે શરૂ થનારી વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાતનો મુકાબલો મુંબઇ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર સહિત અનેક રાજ્યોની ટીમ સાથે થશે. ગુજરાત અંડર 19માં દમણના બે ખેલાડીની પસંદગીને લઇ સ્પોટર્સ સેક્રેટરી પૂજા જૈન, હેડ ઓફ સ્પોટર્સ હરમિન્દર સિંહ, ઓફિસર શોહિલ જીવાણી, એપીઇઅો કાન્તી પટેલ, સ્પોટર્સ કન્સલટન્ટ અમરજીત સિંહ તથા ક્રિકેટ કોચ ભગુભાઇ પટેલે બંને ખેલાડીને સારૂં પ્રદર્શન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છેકે, દમણના ક્રિકેટર હેમાંગ પટેલ હાલમાં જ ગુજરાતની ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે રણજી ટ્રોફી મેચમાં રમ્યો હતો.

 

દમણ ક્રિકેટ ક્ષેત્રમાં સૌથી વધુ અગ્રેસર


દમણના અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચીને નાનકડા પ્રદેશનું નામ રોશન કરી રહ્યા છે. રણજીટ્રોફી માટે પણ ભૂતકાળમાં અનેક ખેલાડીઓની પસંદગી થઇ હતી. જેમણે બેસ્ટ પર્ફોમેન્સ કરીને ખેલાડીઓને પ્રેરણા આપી હતી.