Home » Daxin Gujarat » Latest News » Valsad » Tribal children are speaking fluently English for free

સરકારને તમાચો: ધરમપુરના જાગીરી ગામે આદિવાસી બાળકો મફતમાં કડકડાટ અંગ્રેજી બોલતા થઈ રહ્યાં છે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 12:11 AM

ધરમપુરના જાગીરી ગામે વર્ષ 2008થી સેવાયજ્ઞ કરી રહેલા યુવા દંપતીની શાળામાં 275થી વધુ ગરીબ-અનાથ બાળકો છે

 • Tribal children are speaking fluently English for free
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  વલસાડઃ ધરમપુરમાં કુદરતના ખોળે અંતરિયાળ વિસ્તારમાં હરિયાળી વચ્ચે મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલું નાનકડું ગામ, તાલુકાની એક માત્ર ફ્રી ફ્રોમ ફી ગણાતી ગામની હેમ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગરીબ આદિવાસી બાળકો ફાંકડા અંગ્રેજીમાં સંવાદ કરી અચરજ પમાડી રહ્યા છે. ધરમપુરથી 35 કિમીમાં અંતરે આવેલા જાગીરી ગામના ઉમરપાડા ફળિયાની મફત શિક્ષણ આપતી આ શાળા હાલ સુરતમાં કપ્યુટર-આઈટી બિઝનેસ સાથે સંકળાયેલા જાગીરી ગામના પ્રથમ ગ્રેજ્યુએટ અને યુવા બાબલ ગાડર અને પત્ની શીતલ ગાડર વર્ષ 2008માં શરૂ કરી હતી.

  આદિવાસી બાળકોને ઘરઆંગણે વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ

  આદિવાસી સમાજના ગરીબ, આદિવાસી બાળકોને ઘરઆંગણે વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ મળી રહે એવા શુભ આશય સાથે તેમના મકાનમાં હોલીસ્ટીક એજ્યુકેશન મિશન, જાગીરીના બેનર હેઠળ ધોરણ-1ના 31 બાળકો સાથે શરૂ કરેલી આ સ્કૂલ આજે 275 વિદ્યાર્થીઓ અને ધોરણ-8 સાથે એક વટવૃક્ષ બની છે જ્યાં સેવાયજ્ઞ સંપૂર્ણપણ દૃશ્યમાન થાય છે.


  યુનિફોર્મ, રહેવા, જમવા, બુક્સ સહિતની તમામ સુવિધા નિ:શુલ્ક


  શાળાની શરૂઆત સમયે જોબ કરતા સેવાભાવી દંપતીએ સેલેરીમાંથી શાળાનો તમામ ખર્ચ ઉઠાવતા આવી રહ્યા હતા.આજે દંપતીની પોતાની બે કંપની દ્વારા શાળાનો તમામ ખર્ચ ઉઠાવી ગરીબ, અનાથ, તરછોડાયેલા બાળકોને એક પણ રૂપિયો લીધા વિના સુંદર, ઉજ્જવળ ભવિષ્ય આપવાની જહેમત ઉઠાવી એક અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે. વલસાડ, ધરમપુર, વાંસદા, કપરાડા,સેલવાસના 275 બાળકોને શાળાના ઓરડાઓમાં રહી ઉચ્ચ શિક્ષણ પૂરું પાડી વિશ્વ સાથે તાલ મિલાવી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યુનિફોર્મ, શૂઝ, ટેક્સ્ટ બુક, નોટબુક, લંચ, ડીનર સહિત પીવાના પાણી માટે વોટર પ્યોરીફાય સાથે કુલરની સુવિધા જોવા મળે છે.


  ધોરણ-9 માટે સરકારમાં માંગ કરવાની સાથે ડાઇનિંગ હોલ સહિત 5 રૂમ્સ નિર્માણધીન કર્યા


  14 ઓરડા, કિચન, પ્રિન્સિપાલ, સ્કૂલ મેનેજર, શિક્ષક-8, શિક્ષિકા-2, પુરુષ, મહિલા વોર્ડન, રસોઈયા-4, LKG/ UKGના બાળકોના કપડાં ધોવા સહિત સારસંભાળ માટે એક બહેનના પગાર સહિતનો તમામ ખર્ચ દંપતીની કંપની ઉઠાવે છે. શાળામાં ધોરણ-12 સુધીના અભ્યાસ કાર્યરત કરવાની ખેવના ધરાવતા દંપતીએ આ વર્ષે ધોરણ-9 માટે સરકારમાં માંગ કરવાની સાથે ડાઇનિંગ હોલ સહિત 5 રૂમ્સ નિર્માણધીન કર્યા છે.


  હું પણ મફત ભણ્યો છું


  આદિવાસી બાળકો કમ્પ્યુટર, અંગ્રેજી સાથે પગભર બનશે તો આખા વિસ્તારમાં બદલાવ આવશે. મેં પણ 5 વર્ષની વયે વલસાડ હોસ્ટેલમાં રહી મફત શિક્ષણ મેળવ્યું હતું. ગરીબીને નજીકથી નિહાળી છે. મને પણ કોઈએ મફત ભણાવ્યો છે. એટલે જ ખર્ચ ક્યાંથી, કેવી રીતે આવશે વિચાર્યા વિના ઈશ્વરના ભરોસે આ શાળા શરૂ કરી હતી. -બાબલભાઈ ગાડર, સંચાલક


  દિવ્ય ભાસ્કરે બાળકો સાથે કરી પ્રશ્નોત્તરી

  તેજલ સંજય તુંબડા : ગામ-કણધા, તા.વાંસદા : ધોરણ-1

  -વ્હોટ ઇઝ યોર નેઇમ
  માય નેઇમ ઇઝ તેજલ

  -હાઉ આર યુ
  આઈ એમ ફાઇન.

  -વ્હોટ ઇઝ યોર ફાધર્સ નેઇમ એન્ડ સરનેઈમ
  સંજયભાઈ તુંબડા

  -વ્હોટ ઇઝ યોર મધર્સ નેઇમ
  માઈ મધર્સ નેઇમ ઇઝ લીલાબેન

  -ઇન વ્હીચ સ્ટાન્ડર્ડ યુ આર
  ફર્સ્ટ સ્ટાન્ડર્ડ

  દર્શીલ મધુભાઈ રાઉત, ગામ દગડપાટા, ડાંગ: ધોરણ-4

  -હાઉ આર યુ
  આઇ એમ ફાઇન

  -વ્હોટ ઇસ યોર નેઇમ
  માય નેઇમ ઇઝ દર્શીલ રાઉત

  -વ્હીચ સ્ટાન્ડર્ડ યુ આર સ્ટડીંગ
  આઇ એમ સ્ટડીંગ ઇન ફોર્થ

  -કેન યુ સે સમથિંગ અબાઉટ યુ
  યસ, સ્યોર. આઇ એમ ફાઇન એન્ડ સ્ટડિંગ વેરી વેલ.

  વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 • Tribal children are speaking fluently English for free
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Tribal children are speaking fluently English for free
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ