ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Valsad» Tissue culture method yielded 42 tonnes of banana production in one acre

  કેળની ખેતીમાં અપનાવી આ પદ્ધતિ, હવે લાખોમાં આવક- વિદેશોમાં નિકાસ

  Bhaskar News, Dharampur | Last Modified - May 21, 2018, 12:53 AM IST

  ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી એક એકરમાં 42 ટન કેળાનું ઉત્પાદન મેળવતા આદિવાસી ખેડૂતો
  • ખુંટલી ગામના 80 ટકા ખેડૂતોએ કેળની ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખુંટલી ગામના 80 ટકા ખેડૂતોએ કેળની ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવી

   ધરમપુર: કપરાડા તાલુકાના ખૂટલી ગામે બીપીએલ સહિત અન્ય 80 ટકા આદિવાસી મહિલા ખેડૂત સહિતના ખેડૂતોએ આધુનિક ટીસ્યૂ કલ્ચર થકી કેળાની ખેતીના સથવારે લાખો રૂપિયાની આવક ઉભી કરી છે. ગામની રૂબરૂ મુલાકાતમાં ઠેરઠેર કેળાની કલમો લીલીછમ નજરે ચઢે છે. ગામના 80 ટકા ખેડૂતો કેળની ખેતી કરી એક એકરમાં 42 ટન કેળાનું ઉત્પાદન મેળવી વર્ષમાં અંદાજે 5 લાખ રૂપિયાથી વધુની આવક મેળવશે.

   ખેડૂત 12 હજારના બજાર ભાવ પ્રતિ ટનના હિસાબે અંદાજીત રૂ. 5 લાખની આવક મેળવશે

   આશરે 2318 જેટલી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના ખૂટલી ગામના આશરે 200 ખેડૂતો પૈકી 40 જેટલા ઝીરોથી 20 સુધીના સ્કોર ધરાવતા બીપીએલ ખેડૂતોને આધુનિક ટીસ્યૂ કલ્ચર કેળની ખેતી માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર અને વલસાડની પ્રાયોજના વહીવટદારના સીધા માર્ગદર્શન હેઠળ બરોડાની જીએસએફસી દ્વારા તેમની લેબોરેટરીમાં વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેળના ટીસ્યૂ કલ્ચર રોપા સહિત જીએસએફસી ડેપોના સો ટકા પારદર્શક પદ્ધતિથી PDS મશીનથી તૈયાર ખાતર વિનામૂલ્યે ઘરઆંગણે ગત નવેમ્બર માસમાં અપાયું હતું. આ સમગ્ર યોજનામાં એનાર્ડે ફાઉન્ડેશન ટ્રસ્ટ, ધરમપુરના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોર અને ફિલ્ડ સુપરવાઈઝર દિનેશભાઇ ચૌધરીએ ખૂટલી ગામના ખેડૂતોને યોજનાની માહિતી આપી હતી. અને ખેડૂતોની પસંદગી કરી સરકારમાંથી કેળ યોજનાનો લાભ અપાવી તેનું વાવેતર કરાવી તેની યોગ્ય માવજત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

   એક મુલાકાતમાં ચેતનસિંહ ઠાકોરના જણાવ્યા મુજબ આ યોજના થકી ખેડૂતોને 12 માસના ટૂંકા ગાળામાં એક ખેતરમાં એક રોપા ઉપર 30થી 40 કિલો સુધીની કેળાની લૂમનું ઉત્પાદન મળી શકશે. આમ એક એકરની જમીનમાં સરેરાશ 42 ટન કેળાના ઉત્પાદનની શક્યતાને લઈ બજાર ભાવ આશરે 12,000 રૂપિયા ટનના હિસાબે અંદાજીત રૂપિયા 5લાખની આવક મળી શકશે. જેમાં પ્રથમ વર્ષે થતો કુલ ખર્ચ અંદાજે રૂપિયા 80થી 90 હજારની સામે મળતી સરકારી રૂપિયા 45 હજાર જેટલી સહાયને લઈ જમીન તૈયાર કરવી, રોપણી, નિંદામણમાં માત્ર રૂપિયા 35થી 40 હજાર ખર્ચ થતો હોય છે.

   વધુમાં તેમણે કહ્યું કે બીજા વર્ષે કેળાના ઉત્પાદન પછી દસ મહિનાના સમયગાળામાં અંદાજે રૂપિયા 35થી40 હજારના વાર્ષિક ખર્ચની સામે થતા લામના 35થી36 ટનના ઉત્પાદનની સંભાવના રહે છે. જેમાંથી બીજી ચાર લાખ રૂપિયાની આવક મળી શકે. ત્યાર બાદ બીજા વર્ષના અંતે ખેડૂત એમાંથી 8થી 10 હજાર કેળાની ગાંઠ અન્ય ખેડૂતને વેચી વધારાની 30થી35 હજાર રૂપિયાની આવક મેળવી શકશે અને બે વર્ષની કેળની ખેતી દરમ્યાન કેળના થડ અને પાંદડાનો પોતાના ઘરે સેન્દ્રીય ખાતર બનાવવા માટે ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધશે. ઉપરાંત વલસાડ જિલ્લાના અન્ય 300 બીપીએલ ખેડૂતોને આ યોજનાનો લાભ અપાયો છે.

   આગળ વાંચો: કેળા વિદેશ મોકલવાનું પણ આયોજન

  • ખેડૂત 12 હજારના બજાર ભાવ પ્રતિ ટનના હિસાબે અંદાજીત રૂ. 5 લાખની આવક મેળવશે

  • 15 ગામોમાં આ પદ્ધતિ અપનાવાશે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   15 ગામોમાં આ પદ્ધતિ અપનાવાશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tissue culture method yielded 42 tonnes of banana production in one acre
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  Top
  `