તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલાયન્સ ગ્રુપના ટીના અંબાણી ઉમરગામના મહેમાન બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ: રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણિ ઉમરગામના મહેમાન બની પ્રથમ તેઓએ ઉમરગામ ટાઉન સ્થિત શ્રી ઠાકોરજી ગોપાલલાલજીની હવેલીના દર્શન કર્યા હતા.
ઉમરગામ ટાઉન ખાતે મંગળવારની મોડી સાંજના 7 વાગ્યાના સમયે અચાનક રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણીના ધર્મપત્ની ટીના અંબાણિ વાણિયાવાડા ખાતે આવેલ ૧૨૦ વર્ષ જૂની સંજાણવાળા પરિવારની શ્રી ઠાકોરજી ગોપાલલાલજીની હવેલી ખાતે આવી ગોપાલલાલાના દર્શન કર્યા હતા. અચાનક ઉમરગામ ટાઉન વાણિયાવાડ ખાતે ટીના અંબાણિનું આગમન થતાં તેમને જોવા સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા.


રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીની ઉમરગામની મુલાકાત અતિ મહત્વની ગણવામાં આવી રહી છે. મંગળવારે તેઓ ઉમરગામ ક્લબ ખાતે રાત્રિ રોકાણ કરશે ત્યારબાદ સવારે કેટલાક સ્થાનિક અગ્રણી, ઉધ્યોગપતિઓ, રાજકીય નેતાઓને મળશે. ઉમરગામ નગરપાલિકાના માજીપ્રમુખ સચિન ઉર્ફે બાળા માછીના આગ્રહનું માન રાખી તેઓ તેમના કેટલાક પરિવારના સભ્યો સાથે મંગળવારે ઉમરગામ પધાર્યા હતાં. આવનારા દિવસોમાં અંબાણી પરિવાર ઉમરગામ પંથકમાં મોટું રોકાણ કરી શકે છે તેવી બાબતની ચર્ચા ચાલી હતી.

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....