20 ફૂટ ઊંચા મોજાંએ પ્રોટેક્શન વોલ તોડી મોટી દાંતી-નારગોલ ગામમાં પાણી ઘૂસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડુંગરી/વલસાડ/ઉમરગામ: વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારનાં મોટી દાંતી દરિયા કિનારા પર કરોડોનાં રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલ પ્રોટેકશન વોલ મૂશળધાર વરસાદ દરમ્યાન સમુદ્ર તોફાની બનતાં શનિવારે  અષાઢી બીજની દરિયાઈ ભરતીમાં ધરાસાઈ થઈ ગઈ હતી. ભરતીના પાણી મોટી દાંતી ગામમાં ઘૂસી જતાં ભષ્ટાચારની પોલ ખુલી ગઈ હતી.  બીજી તરફ સમુદ્રી ભરતીને લઇ 15 થી 20 ફુટ સુધીના મોજાં ઉછળ્યા હતા. જેના પગલે વલસાડ તાલુકાના 8 ગામમાં દરિયા કિનારાને લાગૂ ઘરો સુધી ભરતીના પાણી આવી જતાં રહીશોને હાલાકી ભોગવવી પડી હતી.  જ્યારે તિથલ બીચ પર મોજાની થાપટે ખાસુ નુકસાન થયું હતું. જ્યારે છેવાડા ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં પણ ભરતીના પાણી 40 જેટલા ઘરોમાં ધૂસી ગયા હતા.

 

દરિયો તોફાની બનતા જિલ્લાના કાંઠા વિસ્તારોમાં વ્યાપક ધોવાણ 

 

વલસાડનાં સમુદ્ર કિનારે આવેલ મોટી દાંતી ગામનાં દરિયા કિનારે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દરિયા કિનારાનું ધોવાણ નહીં થાય અને ગામમાં ભરતીના પાણી ઘૂસી નહીં જાય માટે પ્રોટેકશન વોલ બનાવવામાં આવી હતી.પરંતુ શુક્રવારે  સમુદ્ર તોફાની બનતાં બીજની ભરતીમાં પ્રોટેકશન વોલનો કેટલોક ભાગ ધરાસઈ થઈ જવા પામ્યો હતો. મોટી દાંતી દરિયા કિનારાની પ્રોટેકશન વોલનો કેટલોક ભાગ દરિયાઈ ભરતીમાં ધરાસઈ થઈ જતાં કોઈ પણ અધિકારી ગામની મુલાકાત લેવા માટે નહીં પહોંચતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.કારણ કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરી તંત્ર દ્વારા આડેધડ પથ્થરો ગોઠવી પ્રોટેકશન વોલ બનાવી હોવાનું આખરે શનિવારે બીજની દરિયાઈ ભરતી દરમ્યાન પુરવાર થયુ હતું તેની સાથે ગામમાં પાણી ઘૂસી જતાં તમામ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.

 

કોઈ અધિકારી ફરકયા નહીં


મોટી દાંતી દરિયા કિનારા પર બનાવવામાં આવેલ પ્રોટેકશન વોલમાં હલ્કી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતાં કેટલાક ભાગમાં પ્રોટેકશન વોલ ધરાસઈ થઈ જતા ગામમાં પાણી ઘૂસી ગયા હતાં.સિંગલ લાઈનમાં પથ્થરો ગોઠવી પ્રોટેકશન વોલ બનાવવામાં આવી હતી.હજી સુધી કોઈ પણ અધિકારી ધરાસઈ થયેલ પ્રોટેકશન વોલ જોવા માટે આવ્યાં નથી.-  હરિભાઈ ટંડેલ, મોટી દાંતી માછીમાર

 

 

વધુ માહિતી માટે આગળ વાંચો... મોજાની થપાટે તિથલ બીચની ટાઈલ્સ ઉખાડી​

 
અન્ય સમાચારો પણ છે...