Home » Daxin Gujarat » Latest News » Valsad » Students of Dungari High School were beaten by the teacher

ડુંગરી હાઈસ્કૂલનાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર આપનારા બાળકોને માર મરાતા હડતાળ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:25 AM

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર કરાવી ચીખલી મુકી પરત શાળાએ આવતા મોડુ થયું હતું

  • Students of Dungari High School were beaten by the teacher

    ડુંગરી: વલસાડ તાલુકાના ડુંગરી ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં બુધવારે ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ રિસેશમાં મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થીને હોઠમાં ગંભીર ઇજા થતા સાથી ત્રણ વિદ્યાર્થીઓ તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રથમિક સારવાર બાદ એ વિદ્યાર્થીને ઘર સુધી મુકીને બાકી ફરી શાળામાં પહોંચ્યા હતા ત્યારે એક શિક્ષકે આ વિદ્યાર્થીઓને નાલાયક ગાળો આપી મારમારતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને અભ્યાસથી અળગા રહી હડતાળ પર ઉતરી ગયા હતાં.

    શિક્ષકે વિદ્યાર્થીઓને બિરદાવવાની જગ્યાએ મોડા કેમ આવ્યા કહી મારમાર્યો

    ડુંગરી હાઈસ્કૂલમાં ગુરૂવારે ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હેનિલ પટેલ ક્રિકેટ રમતો હતો ત્યારે અકસ્માતે પડી જતા તેના હોઠ પર ઈજા થઈ હતી.ત્યાર બાદ સાથી વિદ્યાર્થીઓ દિપ પટેલ,તશ્યપ પટેલ અને જીત પટેલ આ ત્રણ વિદ્યાર્થીઓ હેનિલ પટેલને ડુંગરી સીએચસી કેન્દ્ર પર સારવાર માટે લઇ ગયા હતા. જ્યા હેનિલલી પ્રથામિક સારવાર બાદ તેને રજા આપતા સાથી ત્રણેય વિદ્યાર્થીઓ હેનિલને તેના ઘર ચીખલા ગામે મૂકી પરત ફરતા આ ત્રણેય વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચતાં શાળાના શિક્ષક વિનોદ પટેલે ત્રણેય વિદ્યાર્થીને મારમારતા શાળાના તમામ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અભ્યાસથી દૂર રહી હડતાળ પર ઉતાર્યા હતાં. વિદ્યાર્થીઓએ મારમારાનાર શિક્ષકને સખતમાં સખત સજા થાય તેવી માંગણી કરી હતી.

    વાલીઓ અને વિદ્યર્થીઓ પોલીસ મથકે


    ડુંગરી હાઇસ્કૂલના 3 વિદર્થીને શિક્ષક વિનોદ પટેલે મારમારવાના મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓ ગુરુવારે મોડી સાંજે ડુંગરી પોલીસ મથકનો સંપર્ક સાંધી શિક્ષક વિનોદ પટેલને સખતમાં સખત સજા થાય માટે રજૂઆત કરી હતી.વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર રહી હડતાળ પર ઉતરતાં ડુંગરી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

    પોલીસ ગુનો નોંધવા તૈયાર પરંતુ....


    ડુંગરી હાઇસ્કૂલના 3 વિદ્યાર્થીને શિક્ષક વિનોદ પટેલ દ્વારા મારમારવાના બનાવમાં મોડી સાંજે વાલીઓ અને વિદ્યાર્થીઓ પોલીસ મથકે ગયા હતા. જેમાં પોલીસે શિક્ષક વિરૂધ ગુનો નોંધવાની તૈયારી દાખવી હતી પરંતુ કોઇ પણ વાલીએ ફરીયાદ નોંધાવવા આગળ ન આવતા હાલ આ મામલે મોડી રાત સુધી પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.

    શિક્ષકે નાલાયક ગાળો આપી મારમાર્યા

    એક વિદ્યાર્થીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, શાળાના મેદાનમાં ક્રિકેટ રમતા હેનિલ પટેલને હોઠ પર ઈજા થતાં ત્રણ ટાકા આવ્યાં હતાં.તેમને હોસ્પિટલમાં સારવાર અપાવી અમે ઘરે મૂકવા માટે ગયા હતાં.અને અડધો કલાક મોડા શાળાએ પહોંચતાં શિક્ષક વિનોદ પટેલે અમને નાલાયક ગાળો આપી મારમાર્યા હતાં. પોલીસ પણ શાળાએ આવી હતી.

    વિદ્યાર્થીઓ મોડા આવે તે ચલાવી ન લેવાય


    શુ થયુ એ મને ખબર નથી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ ગયા એ હું બિરદાવુ છું. પરંતુ સાયન્સના વિદ્યાર્થીઓ અડધો કલાક વર્ગમાં મોડો આવે એ ચલાવી નહીં લેવાઈ. શિક્ષક વિનોદ પટેલ પર વિદ્યાર્થીઓને મારમારવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. યોગ્ય તપાસ થશે. - સુભાષ પટેલ,

    વિદ્યાર્થીઓને LC પકડાવી દેવાની ધમકી


    ઇજાગ્રસ્ત હેનિલને તાત્કાલિક સારવાર માટે લઇ જનાર 3 વિદ્યાર્થને બિરદાવ્યા નહી તેમજ આ વિદ્યાર્થીએને મારનાર શિક્ષક સામે કડક પગલા પણ ન ભર્યા જેને લઇ હડતાળ પર ઉતરેલા વિદ્યાર્થીના વાલીઓને આગળ કંઇ કરશો તો એલસી પકડાવી દેવાની ધમકી આપી છે. - એક વાલી , ડુંગરી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending