તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીઃ ધોરણ-7ની સ્ટુડન્ટનું કારમાં અપહરણ, માર મારી ઘર નજીક ફેંકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીઃ વાપીમાં ધોરણ-7ની સ્ટુડન્ટનું કારમાં અપહરણ કરી ઢોરમાર માર્યા બાદ ઘર નજીક ફેંકી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સ્ટુડન્ટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે પરિવારે ત્રણ અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
 
કારમાં મારમારી ફેંકી દેવામાં આવી
 
વાપીના પંડોર ગામની ધોરણ7ની સ્ટુડન્ટનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત રોજ રાત્રે 10 વાગ્યે ઘર નજીક કારમાંથી ફેંકીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્ટુડન્ટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છએ. અને પરિવાર દ્વારા ત્રણ અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

નોંધઃ પ્રતિકાત્મક તસવીર

અન્ય સમાચારો પણ છે...